ગુજરાતની આ પ્રાઈવેટ હોસ્પિટલ કરશે કોરોનાના દર્દીઓની મફત સારવાર- જાણો તેના વિશે

કોરોના મહામારીથી સંક્રમિત દર્દીઓની સારવાર સરકારી હોસ્પિટલોમાં કરવામાં આવી રહી છે. પરંતુ કોરોનાના કેસ સતત વધતા જતા હોવાથી હવે સરકારી હોસ્પિટલના બધા જ બેડ દર્દીઓથી ફૂલ…

કોરોના મહામારીથી સંક્રમિત દર્દીઓની સારવાર સરકારી હોસ્પિટલોમાં કરવામાં આવી રહી છે. પરંતુ કોરોનાના કેસ સતત વધતા જતા હોવાથી હવે સરકારી હોસ્પિટલના બધા જ બેડ દર્દીઓથી ફૂલ થઇ ગયા. જ્યાર બાદ સરકાર દ્વારા ખાનગીમાં પણ સારવાર થશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આવી પરિસ્થિતિમાં રાજકોટની ખાનગી ક્રાઇસ્ટ હોસ્પિટલે કોરોનાના દર્દીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હોસ્પિટલમાં સારવાર કરાવતા કોરોનાના દર્દીઓ પાસેથી કોઇ પણ ચાર્જ વસુલવામાં નહીં આવે. કોરોનાના દર્દીઓને ક્રાઇસ્ટ હોસ્પિટલમાં આધુનિક સુવિધા સાથે ફ્રિમાં સારવાર મળશે.

હાલ રાજકોટની ક્રાઇસ્ટ હોસ્પિટલમાં 50 બેડની COVID-19 હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં અનેક શંકાસ્પદ દર્દીઓની સારવાર હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે. તો એક કોરોના પોઝિટિવ દર્દીની પણ  સારવાર હોસ્પિટલ દ્વારા કરવામાં આવી હતી, જે સ્વસ્થ થતા તેને રજા આપવામાં આવી છે. ગુજરાતની આ રીતની પહેલી ખાનગી હોસ્પિટલ હોવાનું સામે આવી રહ્યું છે.

રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના 59 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે જે પૈકી 16 જેટલા દર્દીઓને રજા આપવામાં આવી છે. ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલ સિવાય અન્ય કોઇ ખાનગી હોસ્પિટલમાં દર્દીને સારવાર લેવી હોય તો તેને હોસ્પિટલના નિયત કરેલા ચાર્જ મુજબ પૈસા ભરવા પડતા હોય છે. ત્યારે રાજકોટ ક્રાઇસ્ટ હોસ્પિટલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેમને ત્યાં ગત 16મી એપ્રીલથી કોરોના વાઇરસના દર્દીઓ પાસેથી કોઈ પણ જાતનો ચાર્જ વસૂલવામાં નહીં આવે.

ક્રાઇસ્ટ હોસ્પિટલના સંચાલક તેજશભાઇએ જણાવ્યું હતું કે, કોરોનાના કોઇ પણ દર્દીની ફ્રિમાં સારવાર કરવામાં આવશે. આ અંગેના MOU કલેક્ટર સાથે કરવામાં આવ્યા છે. દર્દી શંકાસ્પદ હોય કે પોઝિટિવ હોય, તમામની સારવાર ફ્રિ માં કરવા અંગેના MOU હોસ્પિટલના સંચાલકો દ્વારા કલેક્ટર કચેરીમાં કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ જેવા શહેરોમાં કોરોનાની સારવારના નામે ખાનગી હોસ્પિટલો લખો રૂપિયા દર્દીઓ પાસેથી ખંખેરી રહી છે. એક દિવસનો ચાર્જ 50,000/- રૂપિયા વસૂલાય રહ્યો છે. આટલું જ નહિ, ખાનગી હોસ્પિટલો દાખલ થતા પહેલા જ 2 કોરા ચેકની માંગ કરી રહી છે. ત્યારે ક્રાઈસ્ટ હોસ્પિટલની આ કામગીરી સરાહનીય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *