મોંઘીદાટ ઈલાયચી આ રીતે જ ઘરે કુંડામાં જ ઉગાડો, બજારમાં નહીં કરવો પડે ખર્ચો

Cardamom Plant: ભારતીય ખાનપાનમાં ઈલાયચીનું વિશેષ મહત્વ છે. તેનો ઉપયોગ ખાવામાં સ્વાદ અને સુંગધ વધારવાની સાથે ઘણા રોગોના ઘરેલું ઉપાય તરીકે થાય છે, ઈલાયચીમાં (Cardamom Plant) પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન સી જેવા ઘણા પોષક તત્વો હોય છે. તે શરીરમાં શરદી-ખાંસીથી લઈને બ્લડ પ્રેશરને સંતુલિત કરવામાં અને પાચન શક્તિને મજબૂત બનાવવામાં અસરકારક છે. જો કે, અનુકૂળ પરિસ્થિતિઓને લીધે, ભારતમાં તેની ખેતી કર્ણાટક, કેરળ અને તામિલનાડુ જેવા વિસ્તારોમાં થાય છે. પરંતુ, તમે તેને કુંડામાં પણ ઉગાડી શકો છો.

આ રીતે ઉગાડો ઈલાયચી
ઈલાયચીનો ઉપયોગ બધા જ લોકો કરે છે. જો આ ઈલાયચીને ઘરે ઉગાડીને તેનો ઉછેર કરી શકાય છે અને તેના ફાયદાઓ મેળવી શકાય છે. આ ઈલાયચીને ઉગાડવી સહેલી અને સરળ છે. જેના માટે તમારે કુંડુ લેવું અને તેમાં સારી દેશી માટી લઈને તેને આ કુંડામાં ભરી લેવી. આ પછી લગભગ અડધા કુંડામાં આ ખાતર ભરી લેવું. આ રીતે અડધું ભરી લીધા બાદ તેમાં પાણી નાખવું. આ રીતે પાણી નાખ્યા બાદ તેને મિક્સ કરી લેવું. આ બરાબર મિક્સ થઈ જાય પછી તેમાં થોડું પાણી નાખી દેવું. આ પાણી નાખીને પછી તેમાં ઉપર થોડી માટી નાખવી.

આ માટી નાખીને ઈલાયચીના જે બીજ હોય તેને એક એક કરીને અલગ અલગ અંદર વાવી દેવા. આ બીજને માત્ર થોડા જ અંદર વાવવા. તેને ઊંડા ન વાવવા. જેથી સારી રીતે અનુકુર ફૂટીને બહાર નીકળી શકે છે. આ રીતે બધા જ બીજ આ કુંડામાં વાવી દીધા બાદ તેમાં થોડુ પાણી નાખવું. પાણી માત્ર આ ઉપર જે માટી નાખી છે જે ભીની થાય એટલું જ પાણી નાખવું.

આ રીતે બીજને લગાવી દીધા બાદ તેને થોડી છાયડા વાળી જગ્યામાં રાખી દેવા. જેના લીધે તડકો લાગે નહિ અને કુંડાની માટી ગરમ ન થાય. આ રીતે થોડા દિવસ સુધી તેમાં પાણી આપતા રહેવાથી ધીમે ધીમે તેમાથી ઈલાયચીનો છોડ ઉગી જશે. જેમાંથી ખુબ સારા એવા છોડ તૈયાર થાય છે.

આ છોડ ઉગી જાય પછી તમે તેને ત્યાંથી ખેંચીને અલગ લાગ કુંડામાં રોપી શકો છો. આ છોડને ઘણા સમય સુધી રાખવાના હોવાથી તેને માટે તમારે સૌપ્રથમ નારીયેલનાં છાલા લઈને તેનો કુચો કરીને તેનો કુચડો કરીને કુંડાનાં તળીયે લગાડી દેવા.

આ પછી તમારે થોડી રેતી, થોડી માટીને અને નારિયેળના છાલામાંથી બનાવેલો પાવડર લેવો. આ પહેલા આ ત્રણેયને બરાબર મિક્સ કરી કરી લેવા. આ મિક્સ કરી લીધા બાદ કુંડામાં ભરી લેવું. આ રીતે કુંડામાં ભરી લીધા બાદ તમે બીજ ઉગાડેલા કુંડમાંથી એલચીનો છોડ ખેંચીને આ કુંડામાં લગાવી દેવા. આ કુંડામાં લગાવી દીધા બાદ તેમાં તેમાં પાણી રેડી દેવું. આરીતે થોડા દિવસ સુધી માવજત કરવાથી આ છોડ વધવા લાગશે અને તેનો વિકાશ થવા લાગશે. જો કે આ ઉછેર દરમિયાન કુંડામાની માટી ભીની થાય એટલુ જ પાણી નાખવું. વધારે પડતા પાણીના ઉપયોગથી પણ છોડ બળી જાય છે.

50 દિવસ જેટલા સમયમાં આ છોડ મોટો થઇ જશે. જે ધીરે ધીરે વધતો રહેશે. 80 દિવસમાં ઘણો મોટો થઇ શકે છે. આ રીતે તમે ઘરે જ ઈલાયચીને ઉગાડી શકો છો અને તેના ફાયદાઓ મેળવી શકો છો. આ એક ખુબ જ ઉપયોગી છોડ છેને પર પણ થોડા દિવસમાં ફૂલો આવે છે અને તેના પર ઈલાયચી આવે છે. આ છોડને ઘરમાં રાખવાથી ઘરની સુગંધમાં પણ વધારો થાય છે જેનાથી તમે તમારા ઘરના વાતાવરણને સ્વસ્થ રાખી શકો છો.

આમ, ઈલાયચીને ઉગાડવી સહેલી છે. જેના તમે માત્ર દરરોજ થોડું થોડું પાણી આપતા રહેવાથી ઉગી જાય છે અને લીલી રહે છે. અમે આશા રાખીએ કે તમારે એલચી ઉગાડવા માટે આ માહિતી ખુબ જ ઉપયોગી થશે અને તમે ઘરે આ રીતે ઈલાયચી ઉગાડી શકશો.