કાયમ મફતમાં જાયફળ મળશે, આ રીતે ઘરે કુંડામાં જ ઉગાડો; જાણો A to Z માહિતી

Nutmeg Cultivation: ભારતીય રસોઈમાં ઉપયોગ લેવાતા કેટલાય મસાલા એવા છે, જે ખાવાનો સ્વાદ વધારવાની સાથે સાથે ખૂબ જ લાભદાયક હોય છે. તેમાંથી એક જાયફળ (Nutmeg Cultivation) છે. તેની ડિમાન્ડ આખું વર્ષ બજારમાં રહેતી હોય છે. જાયફળ પોતાના સ્વાસ્થ્ય લાભના કારણે પણ લોકોની વચ્ચે અલગ લોકપ્રિયતા ધરાવે છે. તેના સેવનથી મગજ, પાચન, ત્વચા અને વાળ માટે ફાયદાકારક માનવામાં આવે છે.

આ ઉપરાંત દાંતમાં દુખાવામાંથી પણ રાહત આપે છે. સાથે જ કેન્સર માટે પણ રામબાણ માનવામાં આવે છે. આપને જણાવી દઈએ કે, જાયફળનો છોડ સદાબહાર હોય છે. દરેક સિઝનમાં તેને ઉગાડી શકાય છે. પણ શું તમે જાણો છો કે અમુક સિમ્પલ સ્ટેપ્સને ફોલો કરીને આપ આપના ઘરે કુંડામાં જાયફળ ઉગાડી શકશો.

આ રીતે કુંડામાં ઉગાઓ જાયફળ
ઘરના કુંડામાં જાયફળ ઉગાડવા માટે સૌથી પહેલા તમારે 2 મુઠ્ઠી રેતી, 2 મુઠ્ઠી વર્મી કંપોસ્ટ, 4 મુઠ્ઠી નારિયળનું ભુસુ અને 2 મુઠ્ઠી ગાર્ડનની માટીને લઈને એક સાથે સારી રીતે મિલાવી દો. આ મિશ્રણ જાયફળના છોડના મૂળની મજબૂત કરવાની સાથે સાથે વધવામાં પણ મદદ કરશે અને માટીમાં ભેજ અને પોષણ બનાવી રાખશે.

કુંડાની વ્યવસ્થિત પસંદગી કરો
જાયફળ ઉગાડવા માટે તમારે એક પર્યાપ્ત આકારવાળા કુંડાની પસંદગી કરવી પડશે. કુંડાની પસંદગી કરતી વખતે ધ્યાન રાખો કે તેમાં નીચે કાણા હોય, જેનાથી વધારેનું પાણી બહાર નીકળી શકે. ત્યાર બાદ તમારે માટીનું મિશ્રણ કુંડામાં લગભગ 80 ટકા સુધી ભરી દેવાનું છે.

યોગ્ય બિયારણ વાપરો
કુંડામાં જાયફળ ઉગાડવા માટે તમે જાયફળના બિયારણ અથવા કટિંગનો ઉપયોગ કરી શકશો. તેના માટે જો આપ બિયારણનો ઉપયોગ કરી રહ્યા છે, તો કુંડાની માટીમાં તેને 2-3 ઈંચ ખાડો કરીને નાખો. કટિંગને માટીમાં ડાયરેક્ટ લગાવી દો, જેનાથી તેના મૂળ સારી રીતે નીચે ફેલાશે.

છોડને પૂરતું પાણી આપો
જાયફળના બિયારણ અને તેના કટિંગ લગાવ્યા બાદ આપ છોડની માટી પર થોડું પાણી નાખી દો. તમારે તેના છોડને પૂરતું પાણી આપવું પડશે. ધ્યાન રાખશો કે તેની માટીને એટલું જ પાણી આપો, જેનાથી માટીમાં હંમેશા ભેજ રહે. તમારે તેના છોડને વધારે પાણી ન આપવું જોઈએ. કારણ કે તેનાથી મૂળ સડી જશે.

કુંડાને ઓછો તડકો આવે ત્યાં મૂકવું
તમારે જાયફળના છોડને એવી જગ્યાએ રાખવાનો છે, જ્યાં હળવો છાંયડો આવતો હોય અને ડાયરેક્ટ તડકો ન આવે. કેમ કે તેના છોડને થોડો તડકો અને થોડા છાંયડાની જરૂર હોય છે. તેથી તમારે એવી જગ્યાએ કુંડુ મૂકવાનું છે, જ્યાં બંને વસ્તુ સરખી રીતે મળી શકે.

જૈવિક ખાતર નાખવું
ઘરમાં જાયફળના છોડ ઉગાડવા માટે તમારે છોડની યોગ્ય દેખરેખ રાખવી જરૂરી છે. તેના છોડમાં નિયમિત રીતે પાણી આપતા રહેવું પડશે. વધારે પાણી આપવાથી બચવું જોઈએ. માટી બહુ ભીની ન રાખતા. તેના છોડના સારા વિકાસ માટે દર બે મહિને વર્મી કંપોસ્ટ અથવા જૈવિક ખાતર નાખવું જોઈએ. જેનાથી માટીની ઉર્વરતા વધતી રહે.

કુંડામાં જાયફળ ઉગાડીને તમે તાજા મસાલાનો ઘરે આનંદ લઈ શકશો. જાયફળનો છોડ તૈયાર થવામાં 1 વર્ષનો સમય લાગશે. જાયફળનો ઉપયોગ કેટલાય વ્યંજનો બનાવવામાં થાય છે.