હોળીનો તહેવાર વર્ષના અગત્યના તહેવારોમાનો એક છે. નાના-મોટા બધા એને હર્ષોલ્લાસથી ઉજવે છે. હોલિકા દહનના બીજા દિવસે એટલે કે ધૂળેટીએ લાલ, પીળા અને ગુલાબીરંગોથી વાતાવરણ ખુશનુમા થાય છે. હોળીનો તહેવાર ફાગણ માસની પૂનમે હોળાષ્ટક પતે એટલે હાલિકા દહન થશે અને 10 તારીખે ધૂળેટી ઉજવાશે.
આ રીતે કરો પૂજા:
1. હોળિકા દહન કરવાથી પહેલા હોળીની પૂજા કરાય છે. પૂજા કરતા સમયે પૂજા કરતા માણસને હોળિકાની પાસે જઈને પૂર્વ કે ઉત્તર દિશાની તરફ મોઢું કરીને બેસવું જોઈએ.
2. પૂજન સામગ્રીઃ-
રોળી, કાચું સૂતર, ચોખા, ફૂલ, સાબૂત હળદર, મગ, બતાશા, નારિયળ, છાણાની માળા(નાના-નાના છાણાની માળા) ગુલાલ, નવા ઘઉં, એક પાણીનો લોટા વગેરે. તે સિવાય નવી ફસળના ધાન જેમ કે પાકા ચણાની બાળી અને ઘઉંની બાળી પણ સામગ્રીના રૂપમાં રખાય છે.
3. ત્યારબાદ હોળિકાની પાસે ગોબરથી બનેલી ઢાળ અને બીજા રમકડા રાખીએ છે.
4. હોળિકા દહન મૂહૂર્ત સમયમાં જળ, નાડાછડી, ગુલાલ અને ઢાળ અને રમકડાની ચાર માળાઓ ઘર પર લઈને રાખી લેવી જોઈએ.
5. તેમાંથી એક માળા પિતરના નામની, બીજી હનુમાનજીના નામની, ત્રીજી શીતળા માતાના નામની અને ચોથી તમારા ઘર-પરિવારના નામની હોય છે.
6. કાચા સૂતરને હોળિકાની ચારે બાજુ લપેટીને ત્રણ કે સાત પરિક્રમા કરતા લપેટવી જોઈએ.
7. પછી લોટાનો શુદ્ધ જળ અને બીજી પૂજન સામગ્રી એક-એક કરીને હોળિકાને સમર્પિત કરવી.
8. રોળી, અક્ષત અને ફૂળને પણ પૂજનમાં પ્રયોગ કરાય છે. ગંધ ફૂલના પ્રયોગ કરતા પંચોપચાર વિધિથી હોળિકા પૂજન કરાય છે. પૂજન પછી જળથી અધ્ર્ય આપવું.
9. હોળિકા દહન થયા પછી હોળિકામાં જે વસ્તુઓની આહુતિ અપાય છે. તેમાં કાચા આંબા, નારિયેળ, મકાઈ કે સાત ધાન, ખાંડના બનેલા રમકડા, નવી ફસળ ના કેટલાક ભાગ. સાતધાન- ઘઉં અડદ મગ ચણા જવ ચોખા અને મસૂર પણ અર્પિત કરવું.
10. હોળિકાની ચારે બાજુ પરિક્રમા કરવી જોઈએ. બીજા દિવસે તેની રાખ લાવીને ચાંદીની ડિબિયામાં રાખવી જોઈએ.
હોળીની પૌરાણિક કથા:
હોળીની કથા ભક્ત પ્રહલાદ અને હિરણ્યકશ્યપની બહેન હોળીકા સાથે જોડાયેલી છે. કથા પ્રમાણે પ્રાચીન સમયમાં હિરણ્યકશ્યપ અસુરોનો રાજા હતો. તે ભગવાન વિષ્ણુને પોતાનો દુશ્મનો માનતો હતો. તેનો પુત્ર પ્રહલાદ શ્રીહરિનો પરમ ભક્ત હતો. આ વાતથી હિરણ્યકશ્યપ ખૂબ જ નારાજ રહેતો હતો.
તેને અનેકવાર પ્રહલાદને મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સફળ રહ્યો નહોતો. તેની બહેન હોળીકાને વરદાન મળ્યું હતું કે તે આગમાં બળી શકે નહીં. ફાગણ મહિનાની પૂનમે હિરણ્યકશ્યપે લાકડાની શૈય્યા બનાવી હોળીકાના ખોળામાં પ્રહલાદને બેસાડી દીધો અને આગ સળગાવી દીધી. આ આગમાં વિષ્ણુકૃપાથી પ્રહલાદ તો બચી ગયો, પરંતુ હોળીકા સળગી ગઈ હતી. ત્યારથી દર વર્ષે આ તિથિએ હોળીકા દહન કરવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.