એક્સ બોયફ્રેન્ડએ જ ઉતાર્યો હતો આ અશ્લીલ વિડીયો- વાઈરલ થયા બાદ યુવતી અને માતાએ કરી લીધો આપઘાત

ઉત્તર પ્રદેશના ગોંડામાં એક માતા અને પુત્રીનું મોત નીપજતાં પુત્રીનો અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર ફેલાયા બાદ જાહેરમાં શેર કરાયેલા આ વાઈરલ વીડિયોથી વ્યથિત, બંને મહિલાઓએ બુધવારે પોતાનું જીવન સમાપ્ત કરવા માટે દુખદ પગલું ભર્યું. પોલીસના જણાવ્યા અનુસાર બુધવારે તારાબગંજ પોલીસ સ્ટેશન હેઠળના નાગરાસેન ગામમાં તેમના ઘરની બહાર એક ઝાડ પરથી 40 વર્ષની માતા અને તેની 22 વર્ષની પુત્રીની લટકતી લાશ મળી હતી.

આઈએએનએસના એક અહેવાલ મુજબ, વિડીયોમાં જે દેખાય છે તે યુવતીના લગ્ન ડિસેમ્બરમાં થયા હતા, પરંતુ તેનો પૂર્વ બોય ફ્રેન્ડ સત્યમ લગ્ન પછી પણ તેને પરેશાન કરતો હતો. 22 માર્ચ એટલે કે સોમવારે રાત્રે, સત્યમેજ આ અશ્લીલ વીડિયો બનાવડાવ્યો હતો અને તેના પતિને મોકલ્યો હતો અને તેને સોશિયલ મીડિયામાં જાહેરમાં મૂકી દીધો હતો.

આ બાબતે ઉત્તરપ્રદેશના (UP) ગોંડાના (Gonda) એસપી શૈલેષ પાંડેએ જણાવ્યું કે, આરોપી યુવતીને બ્લેકમેલ કરીને એમ કહેતો હતો કે તે પતિને તેમના પૂર્વ સંબંધો વિશે જણાવીશ. તેણે તેની સાથે દુર્વ્યવહાર પણ કર્યો અને તેને અશ્લીલ વીડિયો બનાવવાની ફરજ પાડી. ત્યારબાદ, તેણે તેની સાથે રહેવાનું કહેતા, તેને વિડિઓ દેખાડી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. જ્યારે યુવતીએ ના પાડી ત્યારે તેણે વીડિયો ક્લિપ તેના પતિને મોકલી દીધી.”

પીડિતાના ગામના પપ્પુ પાસવાને પોલીસને જણાવ્યું કે, 22 વર્ષીય યુવતીએ ડિસેમ્બરમાં લગ્ન કર્યાં હતાં. જોકે, તેનો એક પૂર્વ બોય ફ્રેન્ડ સત્યમ લગ્ન પછી પણ યુવતીને હેરાન કરતો હતો. 22 માર્ચની રાત્રે, સત્યમે તેનો અને તે મહિલાનો અશ્લીલ વીડિયો મહિલાના પતિને મોકલ્યો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો.

પડોશીઓ જણાવી રહ્યા છે કે “આનાથી તેના પતિ અને યુવતી વચ્ચેના સબંધોમાં વિખવાદ આવ્યો અને તેની માતા સાથેના સંબંધો પર અસર થઈ હતી. તેઓ બે દિવસથી ઘરની બહાર ન આવ્યા હતા અને બુધવારે તેઓ આપઘાત કરેલી હાલતમાં ઝાડ પરથી લટકતા મળી આવ્યા હતા.”

આ કેસ બાબતે વધુ જાણકારી આપતા એસપી પાંડે એ જણાવ્યું કે, સત્યમની આત્મહત્યાની પ્રેરણા આપવા અને એસસી / એસટી એક્ટના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *