Animal Aadhar Card: ભારત સરકાર દ્વારા આગામી વર્ષ સુધીમાં પશુપાલકોની આવક બમણી કરવાના હેતુથી વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેના અનુસંધાને (Animal Aadhar Card) રાષ્ટ્રીય ગોકુલ મિશન અને પશુ રસીકરણ કાર્યક્રમ હાલ ચાલુ છે. પશુપાલન વિભાગની યોજનાઓનો લાભ લેવા માટે પશુઓની ઓળખ માટે ઈયર ટેગ આવશ્યક છે.
બારકોડેડ યુનિક આઈડેન્ટીફિકેશન નંબર વિનામૂલ્યે આપવામાં આવશે
પશુઓમાં આવતા ખરવા, મોવાસા, બ્રેસબ્લોસીસ જેવા રોગ 2025 સુધીમાં નિયંત્રિત કરવાનો કાર્યક્રમ પણ અમલમાં મુકાયો છે. જે માટે પશુઓને ઈયર ટેગ દ્વારા બારકોડેડ યુનિક આઈડેન્ટીફિકેશન નંબર વિનામૂલ્યે આપવામાં આવશે. આ ટેગ રસીકરણ, કુદરતી આફતમાં પશુના થયેલા નુકસાન, મૃત્યુ સહાય વળતર સહિતના લાભ માટે ઉપયોગી થશે.
પશુઓને આપવામાં આવશે ઓળખ
સરકાર પશુધન દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાનો પ્રયાસ કરી રહી છે. કેન્દ્રીય પશુપાલન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે વર્ષમાં, લગભગ 50 કરોડ પશુઓને તેમના માલિક, તેમની જાતિ અને ઉત્પાદકતા શોધવા ડિજિટલ પ્લેટફોર્મ પર એક અનોખી ID (એનિમલ યુઆઈડી-પશુ આધાર) આપવામાં આવશે. આ માટે પશુઓના કાનમાં 8 ગ્રામ વજનનો પીળો ટેગ લગાવવામાં આવશે. તે જ ટેગ પર 12-અંકનો આધાર નંબર છાપવામાં આવશે.
નુકસાન, મૃત્યુ સહાય વળતર સહિતના લાભ માટે ઉપયોગી
પશુઓમાં આવતા ખરવા, મોવાસા, બ્રેસબ્લોસીસ જેવા રોગ 2025 સુધીમાં નિયંત્રિત કરવાનો કાર્યક્રમ પણ અમલમાં મુકાયો છે. જે માટે પશુઓને ઈયર ટેગ દ્વારા બારકોડેડ યુનિક આઈડેન્ટીફિકેશન નંબર વિનામૂલ્યે આપવામાં આવશે. આ ટેગ રસીકરણ, કુદરતી આફતમાં પશુના થયેલા નુકસાન, મૃત્યુ સહાય વળતર સહિતના લાભ માટે ઉપયોગી થશે.
આશરે હાલ 4 કરોડ ગાય, ભેંસનું આધારકાર્ડ તૈયાર કરવામાં આવ્યું છે જ્યારે દેશમાં 30 કરોડથી વધુ ગાયો, ભેંશ છે. તેમને ઝુંબેશ ચલાવીને ટેગ કરવામાં આવશે. આ કાર્ડમાં યુનિક નંબર, માલિકની વિગતો અને પશુઓની રસીકરણ અને સંવર્ધન વિશેની માહિતી શામેલ હશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App