વર્ષમાં એકવાર પટિયાલા (Patiyala) ના મહારાજા એકદમ નગ્ન થઈને પોતાની પ્રજાની સામે આવતા હતા. પટિયાલાના સાતમા મહારાજા સર ભૂપેન્દ્રસિંહએ આ પ્રથા વર્ષ 1891-1938 સુધી ચલાવી હતી. દરેકના મનમાં અત્યારે માત્ર એક જ સવાલ હશે કે, મહારાજા સર ભૂપેન્દ્રસિંહએ આવુ કેમ કરતા હતા. ચાલો જાણીએ…
મળેલી માહિતી અનુસાર પટિયાલાના શીખ મહારાજાની પાસે હીરા અને ઝવેરાતનો ખુબજ મોટો ભંડાર હતો, તેમની પાસે એક એકથી ચઢિયાતા અનમોલ રત્ન હતા અને અનેક પ્રકારના અનમોલ આભૂષણો હતા. તેમાંથી એક આભૂષણ હતું 10001 હીરોથી જડેલું કવચ. આ કવચને પટિયાલાના મહારાજા પોતાની છાતી પર પહેરીને ફરતા હતા. પટિયાલાના મહારાજા વર્ષમાં એકવાર આ કવચને પહેરીને નગ્ન અવસ્થામાં પોતાની પ્રજાની સામે જતા હતા. આ દરમિયાન તેમનું લિંગ ઉત્તેજિત રહેતુ હતું.
ડોમીનિક લાપિયર અને લૈરી કોલિન્સના ચર્ચિત પુસ્તક ફ્રીડમ એટ મીડનાઈટમાં લખાયુ છે કે, પ્રજા પોતાના મહારાજાની આવી હરકતને શિવલિંગની લૌકિક અભિવ્યક્તિ માનતી હતી. મહારાજા જ્યારે પોતાની પ્રજાની વચ્ચે કવચને પહેરીને નગ્ન અવસ્થામાં નીકળતા હતા ત્યારે સૌ ખુશીથી તાળી વગાડતા હતા.
પટિયાલાની પ્રજાનું માનવું છે કે, તેમના રાજાના લિંગથી શક્તિઓ નીકળે છે અને તે શક્તિઓ રાજ્યની સીમાઓ પર રહેતા તમામ ભૂતપ્રેતને ભગાવતી હતી. આ પ્રથા પટિયાલાના સાતમા મહારાજા ભૂપેન્દ્રસિંહ સુધી ચાલી હતી, તેમના વિશે એવુ કહેવાય છે કે, તેઓ આખો દિવસ વાસનામાં જ ડૂબેલા રહેતાહ હતા.
પટિયાલાના મોતીબાગ મહેલમાં મહારાજા સર ભૂપેન્દ્રસિંહનો જન્મ થયો હતો. લાહૌરના એચિસન કોલેજથી તેમનો અભ્યાસ થયો હતો. ભૂપેન્દ્રસિંહને ક્રિકેટ અને પોલો માટે એક જુનુન વિકસાવ્યુ હતું. પિતા રાજિન્દર સિંહનું મોત એક દુર્ઘટનામાં થયું હતું ત્યારબાદ તેઓ માત્ર 9 વર્ષની ઉમરમાં સિંહાસન પર બેસ્યા હતા.
જોકે, શાસન તેમના હાથમાં 18 વર્ષના થવા આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ભુપેન્દ્રસિંહ અંગ્રેજોના પ્રતિ ખુબજ વફાદાર રહ્યા હતા. ઈંગ્લેન્ડ પ્રતિ તેમની વફાદારી 1911 માં વધુ સાબિત થઈ હતી, જ્યારે કિંગ જ્યોર્જ પંચમ અને ક્વીન મેરીના રાજ્યાભિષેકમાં તેઓ એક મોરની જેમ સજીને પહોંચ્યા હતા.
તે સમયે પટિયાલાના રાજા ભુપેન્દ્રસિંહની હરમમાં લગભગ 350 જેટલી મહિલાઓ હતી. રાજા ભુપેન્દ્રસિંહની પોતાના માટે સુંદર અને વિવિધ કલાઓમાં નિપુણ મહિલાઓની પસંદગી કરતા હતા. તેઓએ પોતાના હરમમાં મહિલાઓ માટે એક લેબોરેટરી બનાવી હતી, જ્યાં મેકઅપ આર્ટિસ્ટથી લઈને પ્લાસ્ટિક સર્જન રાખવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.