આમ આદમી પાર્ટીમાં છવાયો માતમ! AAPના બંને પૂર્વ શહેર પ્રમુખની પત્નીના હાર્ટએટેકથી મોત- ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): પાટણ(Patan)માં જોગાનુજોગ આમ આદમી પાર્ટી(AAP)ના બે હોદ્દેદારોની ધર્મપત્નીના એક પછી એક હાર્ટએટેક(Heart attack)થી મોત થતા આમ આદમી પાર્ટીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. એક…

ગુજરાત(Gujarat): પાટણ(Patan)માં જોગાનુજોગ આમ આદમી પાર્ટી(AAP)ના બે હોદ્દેદારોની ધર્મપત્નીના એક પછી એક હાર્ટએટેક(Heart attack)થી મોત થતા આમ આદમી પાર્ટીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. એક દિવસે બંને મિત્રોની ધર્મપત્નીના 12 કલાકના સમયગાળામાં અંતિમ સંસ્કાર કરવામાં આવી હતા.

પાટણમાં શહેરના આમ આદમી પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ ધર્મેશ પટેલના 40 વર્ષના ધર્મ પત્ની ભાવિકાબેનને આકસ્મિક રીતે હાર્ટએટેક આવતા તબિયત બગડી ગઈ હતી અને ગુરૂવારની સમી સાંજે સારવાર દરમિયાન મોત થયું હતું.

મહત્વનું છે કે, શુક્રવાર રોજ સવારે તેમનાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. શુક્રવારના રોજ બપોરના સમયે બીજા પૂર્વ શહેર પ્રમુખ ઉત્તમભાઈ ડોડીયાની ધર્મપત્ની ઉર્મિલાબેનનું આકસ્મિક હાર્ટઅટેકથી મોત થયું હતું. જયારે તેમના અંતિમ સંસ્કાર સાંજે કરવામાં આવ્યા હતા.

શુક્રવારના રોજ 12 કલાકના સમયગાળા વચ્ચે બંને પૂર્વ પ્રમુખની ધર્મ પત્નીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આમ આમ આદમી પાર્ટીના બંને હોદ્દેદારોની ધર્મ પત્નીના હાર્ટ અટેકથી એક પછી એક મોત થતા બંનેના પરિવાર સહીત પક્ષમાં ચકચાર મચી જવા પામી હતી.

ઉલ્લેખનીય છે કે, બંને હોદ્દેદારોને સાંત્વના આપવા પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા સહિતના પ્રદેશના હોદ્દેદારો રવિવારના રોજ પરિવારની મુલાકાતે આવનાર છે. તેવું આમ આદમી પાર્ટીના પાર્ટીના સૂત્રોએ જણાવતા કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *