આ લે 1500 રૂપિયા કોઈને કહેતી નહીં…કામવાળી સાથે માલિકે આચર્યું દુષ્કર્મ

Rajasthan Rape Case: રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લાથી એક દુષ્કર્મના સમાચાર સામે આવ્યા છે. વ્યક્તિએ પોતાના ઘરમાં સફાઈ કરવા માટે આવતી સગીર છોકરી (Rajasthan Rape Case) સાથે દુષ્કાળમાં કર્યું છે. દુષ્કર્મ બાદ આરોપીએ પીડિતાને 1500 રૂપિયા આપી ચૂપ રહેવાની ધમકી આપી હતી.

જ્યારે પીડિતાની હાલત સંદિગ્ધ લાગી તો સ્થાનિક લોકોને શક થયો. તેમણે આરોપીના ઘરનો દરવાજો ખખડાવ્યો અને તેને ઘરની બહાર કાઢીને ખૂબ માર્યો હતો. ઘટના વિશે જાણકારી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ ત્યાં સુધીમાં આરોપી ફરાર થઈ ગયો હતો. આ માર પીટનો વિડીયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ભીડ એક આરોપીની ધોલાઈ કરી રહી છે.

પોલીસે કેસ નોંધ્યો
પીડિતાના પરિવારજનોએ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પીડીતાના જણાવ્યા અનુસાર આરોપી ઘણી વખત આવી રીતે તેની સાથે કરી ચૂક્યો છે. પોલીસે પોક્સો એક્ટ અંતર્ગત કેસ નોંધી આરોપીની તપાસ શરૂ કરી દીધી છે. પીડિતાનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવી રહ્યું છે અને તેની ઉંમર 14 વર્ષ જણાવાઈ રહી છે.

સ્થાનિક લોકોનો આરોપ
સ્થાનિક લોકોનું કહેવું છે કે તેમને આરોપી પર પહેલેથી જ શક હતો કે છોકરીઓ સાથે છેડતી કરે છે. જ્યારે પીડિતા આરોપીના ઘરે ગઈ, તો તેને દરવાજો બંધ કરી દીધો અને લોકોને વધારે શક ગયો. તેણે પીડિતાના પરિવારજનોને બોલાવ્યા અને દરવાજો ખોલાવ્યો. ત્યારે પીડિતાએ સમગ્ર ઘટના વર્ણવી હતી અને લોકોએ આરોપીની ધોલાઈ કરી હતી.

ઘરમાં એકલો રહેતો હતો
આરોપી સ્થાનિક વિસ્તારમાં એક દવાખાનું ચલાવે છે જે ઘણા સમયથી બંધ છે. આરોપી પોતાના ઘરમાં એકલો રહેતો હતો અને પીડિતા તેના ઘરે સફાઈ કરવા માટે જતી હતી.