હસ્તરેખા વિજ્ઞાન જીવન સાથે જોડાયેલી ઘણી વાતો જણાવે છે.તેમાં ભાગ્ય, ધન સંપત્તિ,ઉંમર,વિવાહ,કરિયર ઉપરાંત સંતાનના યોગ પણ સામેલ છે.તેનાથી એ પણ ખબર પડે છે કે વ્યકિત ને કેટલા સંતાન થશે અને તેને દીકરો થશે કે દીકરી.આ વાતો વિશે સંતાન રેખાના માધ્યમથી જાણી શકાય છે.
અહી હોય છે સંતાન રેખા
વિવાહ રેખાના અંતમાં અને તેના ઉપરી ભાગમાં ઉપરની તરફ જતી રેખાઓ સંતાન રેખા હોય છે.આ સૌથી નાની આંગળીની નીચે હોય છે.કયારેક કયારેક સંતાન રેખા એટલી નાની હોય છે કે તેના પરીક્ષણ માટે લેન્સ ની મદદ લેવી પડે છે.જોકે સંતાન સંબધમાં ભવિષ્યવાણી કરતી વખતે હાથમાં કેટલાક અન્ય ભાગોનું પરીક્ષણ પણ કરવું પડે છે.
હસ્તરેખા શાસ્ત્ર ના અનુસાર જો સંતાન રેખા ઊભી,સુધી અને સ્પષ્ટ હોય તો તે સ્વસ્થ પુત્ર પ્રાપ્તિ નો સંકેત હોય છે.જો આ રેખા ત્રાસી અને નબળી હોય તો તે પુત્રી હોવાનો સંકેત આપે છે.
જો સંતાન રેખા ખૂબ નાની,બાધિત હોય કે વચ્ચે કટ રહી હોય તો તે ગર્ભપાત નો સંકેત આપે છે.જો પુરુષ ની હથેળીમાં સંતાન રેખા વધારે છે તો તે સ્વસ્થ બાળકો હોવાનો ઈશારો કરે છે.જો સંતાન રેખાઓ ઓછી હોય તો સંતાન નબળું હોઇ શકે છે.સંતાન રેખાના અંતમાં ઘણી બારીક રેખાઓ નીકળતી હોય તો તે જુડવા બાળકોના જન્મનો યોગ દર્શાવે છે.
આ સંતાન રેખાની શરૂઆતમાં પર્વત છે તો નબળું સંતાન હોવાથી સંભાવના રહે છે.આ લોકોના બાળકો હંમેશા બીમાર રહે છે.સંતાન રેખાનું ધુમાવદાર હોવું કે અસમાન હોવું બાળક ના ખરાબ સ્વાસ્થ્ય નો સંકેત આપે છે.
નોંધ – આ લેખ ફક્ત વાંચકોના રસ ને ધ્યાનમાં રાખીને શેર કરવામાં આવ્યો છે, તેના સત્ય હોવાની અમે ખાતરી નથી આપતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.