ફક્ત લાડુ વેચી આ માણસ બની ગયો 50 કરોડનો માલિક: જાણો સફળતાની કહાની

Laddu Success Story: ગુજરાતીમાં એક કહેવત છે કે મન હોય તો માળવે જવાય. આજે અમે એક એવા વ્યક્તિ વિશે જણાવીશું જેને માત્ર 2500 રૂપિયામાં ધંધો શરૂ કર્યો હતો અને આજે તે 50 કરોડ રૂપિયા સુધી પહોચ્યો છે. આ સફળતા તેને ટૂંક સમયમાં જ મળી છે. 2500 રૂપિયાથી લારીમાં લાડુ વેચવાની (Laddu Success Story) શરૂઆત કરી હતી. આ વ્યક્તિનું નામ છે પ્રમોદ. હવે આ વ્યક્તિ હલ્દીરામ અને બિકાનર જેવી બ્રાન્ડને પણ ટક્કર આપી રહ્યા છે. આ સ્ટોરી છે ગયાના રહેવાસી પ્રમોદ કુમાર ભદાનીની.

ત્રણ ઓવર ઉપરાંત વાર્ષિક આવક પણ કરોડોને પાર
બહુ થોડા વર્ષોમાં પ્રમોદે પોતાનો વ્યાપાર બિહાર ઝારખંડ ઉપરાંત અન્ય નજીકના રાજ્યોમાં ફેલાવ્યો છે. તેમનું ટર્ન ઓવર જ નહીં પરંતુ વાર્ષિક આવક પણ કરોડોને ભાગ છે. પ્રમોદનું બાળપણ ગરીબીમાં પસાર થયું હતું. પિતા હાથ લારીમાં લાડુ વેચી જેમતેમ કરી ઘરનું પાલનપોષણ કરતા હતા. પ્રમોદ જ્યારે સમજણા થયા તો ઘરવાળાઓએ તેમને એક સરકારી શાળામાં ભણવા માટે મોકલ્યા હતા. પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ જોઈ તેમનું મન અભ્યાસમાં લાગ્યું ન હતું. તે પોતાના પિતાના ધંધા વિશે વિચારવા લાગ્યા.

14 વર્ષની ઉંમરમાં કામ કરવાનું શરૂ કર્યું
એક દિવસ પરિસ્થિતિ એવી આવી ગઈ કે 14 વર્ષની ઉંમરમાં તેનું મન અભ્યાસમાં લાગતું ન હતું. બસ પછી તેમણે કામ શરૂ કર્યું અને ક્યારેય પાછું વળીને જોયું નથી. પ્રમોદે પોતાના પિતા પાસે 2500 રૂપિયા લઇ લાડુ વેચવાનું કામ શરૂ કર્યું. પહેલા તે પોતાના ભાઈ સાથે મળીને લારી પર લાડુ બનાવી બેસવા લાગ્યો. તેમના લાડુનો સ્વાદ લોકોને ખૂબ પસંદ આવ્યો. બસ પછી તો લોકો વચ્ચે તેમના લાડુ ફેમસ થઈ ગયા અને તેમનો ધંધો ઉપડી ગયો.

24 કલાકમાંથી 19 કલાક કર્યું કામ
પ્રમોદ કુમારનું કામ ચાલવા લાગ્યું અને દિવસેને દિવસે વધુ મહેનત કરતા ગયા. તેમણે 24 કલાકમાંથી 19 કલાક કામ કર્યું. રાત્રે લાડુ બનાવતા અને દિવસે તેને વેચતા. તેનું કામ ઝડપથી આગળ વધવા લાગ્યું. થોડો સમય લારી પર લાડુ વેચ્યા બાદ તેણે એક દુકાન માં પોતાનો વ્યાપાર ચાલુ કર્યો. ત્યારબાદ તેમણે પોતાના પ્રોડક્ટની સપ્લાય બિહારના અન્ય જિલ્લાઓમાં કરવાની શરૂ કરી. ત્યારબાદ તેમણે આજુબાજુના રાજ્યમાં પણ લાડુ સપ્લાય કરવાના શરૂ કર્યા. ટૂંક સમયમાં જ તેમના આ ધંધાએ ફેક્ટરીનું રૂપ લઈ લીધું.

આજે વેચે છે આટલી પ્રોડક્ટ
પ્રમોદ શોપ નામથી તેમની એક વેબસાઈટ પર આપેલ જાણકારી મુજબ તેમનો લાડુ ઉપરાંત અન્ય મીઠાઈનો બિઝનેસ યુપી, બંગાળ, છત્તીસગઢ, ઓરિસ્સા અને કલકત્તા સુધી ફેલાયેલો છે. અત્યાર સુધીમાં તેમના આઠ આઉટલેટ ખુલી ચૂક્યા છે અને  ટર્નઓવર વધીને 50 કરોડ રૂપિયા પ્રતિ વર્ષ થઈ ગયું છે. તેમની પ્રમોદ લડું ભંડાર નામથી કંપની છે. અહીંયા તો મીઠાઈ નમકીન અને બેકરી પ્રોડક્ટ તૈયાર કરે છે.