હાલ એક એવી ઘટના સામે આવી છે, જે જાણી તમારી આખો પહોળી થઈ જશે. જેમાં એક પુરુષને 12 પત્નીઓ અને 102 બાળકો છે. આ પુરુષ 67 વર્ષનો છે અને હવે તેણે નિર્ણય લીધો છે કે હવે તે તેના પરિવારને આગળ નહીં લઈ જશે. આટલા મોટા પરિવારના ઉછેરમાં થતા ખર્ચને કારણે તે નથી ઈચ્છતો કે ભવિષ્યમાં અન્ય કોઈ બાળકનો જન્મ થાય.
પ્રાપ્ત વિગતો મુજબ, 67 વર્ષીય મુસા હશહયા યુગાન્ડાના બુગીસાનો રહેવાસી છે. તેણે તેની 12 પત્નીઓને હવે ગર્ભનિરોધક ગોળીનો ઉપયોગ કરવા કહ્યું છે. તેણે કહ્યું- હું વધુ બાળકોને ઉછેરી શકતો નથી કારણ કે સંસાધનો મર્યાદિત છે. તેથી જ મેં ગર્ભાવસ્થાની ઉંમરમાં હોય તેવી તમામ પત્નીઓને જન્મ નિયંત્રણની ગોળીઓ લેવાની સલાહ આપી છે.
મુસાએ વધુમાં જણાવ્યું હતું કે, જે લોકો 4 થી વધુ લગ્ન કરવા માંગે છે, હું એવા લોકોને સલાહ આપું છું કે તેઓ આમ ન કરે. કારણ કે ધીમે ધીમે બધું બગાડવા લાગે છે. જણાવી દઈએ કે મુસાના 568 પૌત્રો-પૌત્રીઓ પણ છે. આ તમામ લોકો 12 બેડરૂમના ઘરમાં સાથે રહે છે. મૂસાએ કહ્યું કે તે તેના તમામ બાળકો અને પૌત્રોને નામથી ઓળખતો નથી.
મૂસાએ વર્ષ 1971માં હનીફા સાથે પ્રથમ લગ્ન કર્યા હતા. મુસા ત્યારે 16 વર્ષનો હતો અને તેણે શાળા છોડી દીધી હતી. બે વર્ષ પછી તે પહેલીવાર પિતા બન્યો. ત્યારબાદ હનીફાએ એક છોકરીને જન્મ આપ્યો. તેમજ મુસા ગામના ચેરપર્સન અને બિઝનેસમેન હોવાને કારણે, તે પોતાનો પરિવાર વધારવા માંગતો હતો કારણ કે તેની પાસે પૈસા અને જમીન હતી. તેણે કહ્યું- હું કમાઈ શકતો હતો, તેથી મેં નક્કી કર્યું કે હું વધુ લગ્ન કરીશ અને પરિવાર વધારીશ.
જો કે હવે મુસા સરકાર પાસે મદદ માંગી રહ્યો છે. તે કહે છે કે તેની પાસે તમામ બાળકોના ભણતર માટે પૈસા નથી. પરંતુ આટલો મોટો પરિવાર હોવા છતાં, મુસાનો પરિવાર કહે છે કે તેમને સામાન્ય રીતે કોઈ સમસ્યા નથી. ત્યારે આ અંગે હનીફાએ કહ્યું- તે દરેકની વાત સાંભળે છે, તેને નિર્ણય પર પહોંચવાની ઉતાવળ નથી. તે ચોક્કસપણે તમામ પક્ષોની દલીલો સાંભળે છે. તે બધા સાથે સમાન રીતે વર્તે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.