Mantr Jap Labh: હિન્દુ ધર્મમાં દરેક દેવી દેવતાઓ માટે અલગ અલગ મંત્રો આપવામાં આવ્યા છે. એ મંત્રના જપ કરવાથીથી એ દેવી દેવતા ખુશ થઈને વ્યક્તિના જીવનમાં (Mantr Jap Labh) વિશેષ ફળ આપે છે એવી માન્યતા છે. એમાંથી જ એક છે ગાયત્રી મંત્ર. ગાયત્રીમંત્ર એકમાત્ર એવો મંત્ર છે જે દરેક કાળમાં માનવીને અનેક ચિંતાઓથી અને તાણથી મુક્તિ અપાવીને ભયમુક્ત કરી દે છે. ગાયત્રીમંત્રનું ઉચ્ચારણ સર્વ દુઃખ અને મુશ્કેલીઓ સામે લડવા માટેની ક્ષમતા પૂરી પાડે છે. ગાયત્રી મંત્ર નાના બાળકોથી લઈને ઘરડા લોકો સુધી બધા એ જાપ કરવો જોઈએ.
ગાયત્રી મંત્રને ચાર વેદનું મુખ્ય સાર તત્વ માનવામાં આવ્યું છે. મંત્ર જાપ કરતી વખતે આ નિયમોનુ પાલન કરવુ જરૂરી છે. ધાર્મિક ગ્રંથો મુજબ મંત્રના જાપ સ્પષ્ટ ઉચ્ચારણની સાથે કરવામાં આવે છે. જાપ કરતી સમયે ખોટા ઉચ્ચારણથી માણસના જીવન પર પ્રભાવ પડે છે. આવો જાણીએ ગાયત્રી મંત્રના જાપ કરવાની સાચી વિધિ.
માન્યતા છે કે સૂર્યોદયથી થોડા સમય પહેલા જ ગાયત્રી મંત્રનો જાપ કરવાની શરૂઆત કરવી જોઈએ. જો સવારે શક્ય નથી તો બપોરના સમયે પણ ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે. ગાયત્રી મંત્રનો જાપ કરતી સમયે પીળા રંગના વસ્ત્ર ધારણ કરવા જોઈએ.
‘ॐ भूर्भव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न: प्रचोदयात्’ નું વિશેષ સ્થાન છે. માતા ગાયત્રીને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના ત્રણ સ્વરૂપો માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ચાર વેદ, પુરાણો, શ્રુતિઓની ઉત્પત્તિ ગાયત્રીમાંથી થઈ છે, તેથી તેમને વેદમાતા પણ કહેવામાં આવે છે.
ગાયત્રી મંત્રનો જાપ કરવાથી માનવીને અનેક ફાયદા થાય છે. એવી માન્યતા છે કે ગાયત્રી મંત્રનો જાપ કરવાથી માણસને રોગમાંથી મુક્તિ મળે છે. ઘરમાં સુખ-સમૃદ્ધી આવે છે. સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. આ મંત્રથી વ્યક્તિને માનસિક શાંતિ થાય છે. ચહેરનું તેજ વધે છે. વ્યક્તિ આનંદિત રહે છે. શરીરની ઈન્દ્રિયો બેસ્ટ બની રહે છે. ગુસ્સાનું પ્રમાણ ઓછું થાય છે અને બુદ્ધિનો વિકાસ થાય છે. તેથી દરરોજ એક વખત તો ગાયત્રીમંત્રનો જાપ કરવો જોઈએ.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App