દિલ્હી વિધાનસભા ચૂંટણી બાદ હવે બિહાર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 2020માં સૌથી વધુ ચર્ચામાં રહેનારૂ કોઈ રાજ્ય હશે તો તે બિહાર છે. વર્ષના અંત સુધીમાં આ વર્ષની સૌથી મોટી ચૂંટણી બિહાર વિધાનસભાની છે. બિહારની રાજનીતિના રૂપ બદલાઈ રહ્યા છે. બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે ફરી એકવાર વિપક્ષી નેતા તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરી. બંને નેતાઓ વચ્ચે બંધ બારણે બેઠક થઈ હતી. નીતિશ કુમાર સાથે મુલાકાત બાદ તેજસ્વી યાદવે જણાવ્યુ હતુ કે, બિહારમાં સરકારને અસ્થિર નહીં થવા દઈએ. ઉલ્લેખનીય છે કે, બિહાર વિધાનસભાના ચાલુ બજેટ સત્રમાં રાજકીય ગતીવિધિ ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. એનઆરસી અને એનપીઆર વિરુદ્ધ ઠરાવ પસાર થયા બાદ ભાજપ નિરાશ છે. તો બીજી તરફ સીએમ નીતિશ કુમાર વિપક્ષી નેતા તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરી રહ્યા છે.
બિહારમાં 72 કલાકમાં જ મોટા નિર્ણયો
નીતિશ કુમારે 72 કલાકમાં જ ધડાધડ મોટા નિર્ણયો કરીને વિરોધઓની મોમાં આંગળી નાખતા કરી દીધા છે. બિહારમાં નીતિશ કુમારે NRC પર રોક, સરકારી શાળાઓ બનાવવાની જાહેરાત, જાતિઆધારિત વસતી ગણતરી અને 2010ના ફોર્મ્યુલા પર NRP જેવા નિર્ણયો કરીને વિરોધીઓની સાથે પોતાના સાથી પક્ષને પણ સંકેત આપ્યા છે છે બિહારમાં ગઠબંધનના સર્વેસર્વા નીતિશ જ છે. નીતિશે આ તમામ નિર્ણયો ઉપરાંત એક મહત્વની જાહેરાત કરીને બિહારની જનતાને પણ આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. ભ્રષ્ટાચારને અટકાવવા માટે નીતિશ સરકારે ઇનામ યોજનાની જાહેરાત કરી છે. જેને ચૂંટણી પહેલાનો માસ્ટર પ્લાન ગણવામાં આવી રહ્યો છે.
ભ્રષ્ટાચારીઓને પકડાવવા પર 1 હજારથી 10 હજાર સુધીનું ઇનામ
નીતિશ સરકારે બિહારમાં 72 કલાકમાં નિર્ણય કર્યો છે કે, જો કોઈ વ્યક્તિ નાગરિક લાંચિયા કર્મચારી, અધિકારી કે પદાધિકારીને પકડાવશે તો તેને ઇનામ આપવામાં આવશે અને સાથે તેની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. ભ્રષ્ટાચારીઓને પકડાવવા પર 1 હજારથી 10 હજાર સુધીનું ઇનામ આપવામાં આવશે. જો કોઈ મોટો ભ્રષ્ટાચારનો પર્દાફાશ થશે અને સરકારની મોટી રકમ બચશે તો આ ભ્રષ્ટાચાર પકડાવનારને 2 ટકા રકમ પુરસ્કાર તરીકે અપાશે. આ પુરસ્કારની રકમ 5 લાખની મર્યાદામાં ચુકવાશે. બાતમી આપનાર વ્યિકત સરકારી સેવક સામે આવક કરતા વધુ સંપત્તિ, આલીશાન મકાન પાછળ ખર્ચ અને ભ્રષ્ટાચારના આચરણની ફરિયાદ કરી શકશે અને આક્ષેપ સાચા સાબિત થશે તો વય્ક્તિને ઇનામ અપાશે. ઇનામ આપવા માટે અલગથી પ્રાઇઝ ફંડ રાખવામાં આવશે. જેમાંથી વય્ક્તિને ઇનામ ઉપરાંત કોર્ટમાં આવવા જવા ઉપરાંત જમવા માટેનો ખર્ચ પણ આપવામાં આવશે.
જાહેરાતને ચૂંટણીલક્ષી જાહેરાત ગણાવવામાં આવી
નીતિશ કુમારની આ જાહેરાત પર વિપક્ષ દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે જાહેરાતને ચૂંટણીલક્ષી જાહેરાત ગણાવવામાં આવી છે. આ જાહેરાત ચૂંટણી નજીક જ કેમ કરવામાં આવી તેવા પણ સવાલ કરવામાં આવી રહ્યા છે. તો યોજનામાં બાતમી આપનારની ગુપ્તતા કેવી રીતે જળવાશે તેવા પણ સવાલ ઉઠાવી રહ્યા છે. કારણ કે બાતમીદારે કોર્ટમાં હાજરી આપવી પડે તો તેની ગુપ્તતા જાળવવી મુશ્કેલ બનશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.