દીકરાને બાઈક પર બેસાડી આ માતા કરે છે ફૂડ ડિલિવરી-જુઓ આજની ઝાંસીની રાણી

Hard Work Viral Video: આ દુનિયામાં સૌથી મોટી યોદ્ધા માં છે. K.G.F ફિલ્મનો આ ડાયલોગ તો તમને યાદ જ હશે. પરંતુ આ ફક્ત એક ડાયલોગ નથી પરંતુ હકીકત છે. જેનું જીવતું જાગતું ઉદાહરણ સોશિયલ મીડિયા પર આજકાલ ઝડપથી વાયરલ (Hard Work Viral Video) થઈ રહ્યું છે. જેમાં એક મહિલા પોતાના બાળકને ગાડી પર બેસાડી ફૂડ ડિલિવરી કરતી દેખાઈ રહી છે. વીડિયોમાં તમે બાળકની સાથે ઘરે ઘરે જઈને ફૂડ ડિલિવરી કરતા જોઈ શકાય છે. તે નોકરીની સાથે સાથે પોતાના બાળકનું પણ ધ્યાન રાખી રહી છે.

મહિલાએ જણાવી પોતાની સ્ટોરી
વીડિયોને instagram પર@vishvid નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેમાં મહિલાએ પોતાના સંઘર્ષની વાત એક વ્યક્તિને કહી છે. મહિલાએ જણાવ્યું કે તે પોતાના બાળકને એકલો મૂકી નોકરી પર નથી જઈ શકતી તેથી તે તેને સાથે લઈને જ નોકરી માટે જાય છે.

મહિલા એ પણ જણાવ્યું કે છોકરાના કારણે જ તેને ઘણી નોકરીઓ માંથી હાથ ધોવો પડ્યો છે. મહિલાએ વીડિયોમાં આગળ કહ્યું કે તે એક હોટલ મેનેજમેન્ટની વિદ્યાર્થી છે. લગ્ન બાદ તેને નોકરી શોધવામાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઘણી મહેનત બાદ આખરે તેને zomato માં ડિલિવરીનું કામ મળ્યું અને તે હવે પોતાના બાળકને સાથે રાખીને જ ઘરે ઘરે ખાવાનું પહોંચાડે છે.

લોકોએ મહિલાની હિંમતને સલામ કર્યા
વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. સાથે મોટી સંખ્યામાં લોકો પ્રતિસાદ પણ આપી રહ્યા છે. વીડિયોને અત્યાર સુધી લાખો લોકોએ જોયો છે અને લાઈક કર્યો છે. જેમાં એક વિચારે કોમેન્ટ કરતા લખ્યું છે કે હું મારા બાળક વગર કામ પર નહીં જાવ આવું ફક્ત એક માં જ કહી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by VISHAL (@vishvid)

તો અન્ય એક યુઝરે લખ્યું કે લાલચી સ્ત્રીઓએ આ નારી પાસેથી શીખવું જોઈએ જે પુરુષોને હેરાન કરી તેની સંપત્તિ પડાવવા માંગે છે. તો ત્રીજા યુઝરને લખ્યું કે માં નોકરી છોડી શકે છે પરંતુ પોતાના બાળકોને નથી છોડી શકતી કારણ કે તે માં છે.