અમેરિકાના આ એક નિર્ણયને લીધે ભારતીય શેરબજારમાં મોટું ધોવાણ, જાણો વિગતે

Share Market Crash: દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા વાળા દેશ એટલે કે અમેરિકા(USA) ના શેર બજારમાં મોટા કડાકા બાદ ગુરૂવારના રોજ ભારતીય શેરબજાર પણ વેરવીખેર થઈ ગયું છે. હકીકતમાં ગઈ રાત્રે અમેરિકામાં ફેડ રેટ કટ ના નિર્ણય બાદ અમેરિકન શેર બજારમાં (Share Market Crash) ખૂબ મોટી માત્રામાં નુકસાન થયું છે. ગઈકાલે રાત્રે અમેરિકન ફેડરલ રિઝર્વ બેન્ક એ 0.25 ટકા રેટ ઓછો કરવાની જાહેરાત કરી છે, આ સતત બીજી વખત ઘટાડો કરવામાં આવ્યો છે.

જેના કારણે બજારમાં ભારે નુકસાની થઈ છે અને ગ્લોબલ માર્કેટ સહિત ભારતીય શેરબજારના પણ આની ઊંડી અસર જોવા મળી હતી. ગુરૂવારના રોજ સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં મોટો કડાકો નોંધાયો છે. જેમાં સેન્સેક્સ 900 પોઈન્ટ જેટલો ડાઉન ગયો છે તો નિફ્ટી પણ 321 જેટલો તૂટી ગયો છે. અમેરિકન ફેડ ના અનુસાર વ્યાજ દરોમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. તેના લીધે સ્થાનિક માર્કેટ પણ માઇનસમાં ખુલ્યા છે.

અમેરિકન ફેડ એ 2025 માં ફક્ત બે રેટ કટ ના સંકેત આપ્યા તો આખી દુનિયાનું માર્કેટ ક્રેશ થઈ ગયું છે. આના કારણે સેન્સેક્સ તૂટીને 79000 પોઇન્ટની આસપાસ આવી ગયું છે અને નિફ્ટી પણ 23,900 થી નીચે આવી ગયો છે. અમેરિકાના આ નિર્ણયને કારણે બીએસઈ(BSE) અને એનએસઈ(NSE) બંને માં મોટું નુકસાન થયું છે.

કેટલું ઓછું થયું BSE નું માર્કેટ કેપ?
BSE માં લીસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 5.93 લાખ કરોડ રૂપિયા ઘટી ગયું છે, એટલે કે રોકાણ કર્તાઓની સંપત્તિમાં 5.93 લાખ કરોડ રૂપિયા ઘટી ગયા છે. હાલમાં સેન્સેક્સ 1001 ના ઘટાડા સાથે 79,172 અને નિફ્ટી 291 અંકના ઘટાડા સાથે 23,907 પર ટ્રેડ કરી રહ્યો છે. આની અસર ઇન્ટ્રાડે(INTRADAY) માર્કેટ ઉપર પણ થઈ છે.

રોકાણકારોની સંપત્તિમાં મોટું ધોવાણ
એક એક દિવસ પહેલા એટલે કે બુધવારના રોજ બીએસઈ પર લીસ્ટેડ તમામ શહેરોનો કુલ માર્કેટ કેપ 4,52,60,266.79 કરોડ રૂપિયા હતું. ગુરૂવારના રોજ બજાર ખુલતાની સાથે જ તે ઘટીને 4,46,66,491.27 કરોડ રૂપિયા પર આવી ગયું છે. એનો સીધો અર્થ એ થયો કે રોકાણકારોની સંપત્તિમાં 5,93,7752.52 રૂપિયાનો ઘટાડો થયો છે.