સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલીક ચોંકાવનાર જાણકારીઓ સામે આવતી હોય છે. કેટલીક જાણકારીઓ તો એવી હોય છે, કે જેને જાણીને કેટલાંક લોકો સ્તબ્ધ થઈ જતાં હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી છે. ક્યારેક-ક્યારેક તસ્કરીની રીતોના એવા એવા સમાચાર આવતાં હોય છે કે, લોકો આશ્વર્યચકિત થઇ જતાં હોય છે.
આવો જ એક મામલો હાલમાં સામે આવું રહ્યો છે કે, જેમાં એક આફ્રિકી વ્યક્તિ પોતાના પેટમાં 297 ગ્રામ હીરા લઈને જઈ રહ્યો હોય છે પરંતુ પકડાઈ જાય છે. આ ઘટના સંયુક્ત અરબ અમીરાતની છે, થોડા દિવસ અગાઉ સૂચના મળી હતી કે, એક આફ્રિકી વ્યક્તિ કેટલાક કાચા હીરા લઇ જઈ શકે છે.
જયારે તે વ્યક્તિ શારજાહ ઍરપોર્ટ પર પહોંચ્યો તો તેનો પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યો હતો તેમજ તેના બેગની તપાસ કરવામાં આવી હતી. ત્યારપછી એક્સ-રે કરવામાં આવ્યો હતો. જેને જોઈને તો અધિકારીઓના હોશ ઉડી ગયા હતાં તેમજ થોડા સમય માટે સ્તબ્ધ થઈ ગયાં હતાં.
એક્સ રે કર્યાં બાદ અધિકારીઓનો જોયું હતું કે, યાત્રીએ 297 ગ્રામ કાચા હીરા ગળી લીધા હતા, જેની કિંમત અંદાજે 90,000 ડોલર એટલે કે, 64 લાખ રૂપિયા હતી. મળી રહેલ જાણકારી પ્રમાણે માણસે હીરાઓ માટે યુએઈમાં સંબંધિત ખરીદદારોની તપાસ પણ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle