મા-બાપની ઈચ્છા હોય છે કે જીવનમાં તેમના બાળકોને બધું મળે, જે વસ્તુ પોતાને નથી મળી. ગર્વથી છાતી પહોળી થઇ જાય છે જ્યારે તેમના દીકરા કે દીકરી જીવનમાં કંઈક બની જાય છે.
આવા જ એક બાપ દીકરી ની તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે જેને જોઈને ઘણા બધા લોકો ઈમોશનલ થઈ ગયા. તસવીર શેર કરનાર અમિત પંચાલ અનુસાર આ મહિલા ડેપ્યુટી એસપી મણિપુર ની રાજધાની ઇમ્ફાલની છે. ફોટોમાં તેના પિતા ગર્વથી દીકરીની વર્દી ઉપર સિતારાઓ જોઈ રહ્યા છે.
Rattana Ngaseppam, Deputy SP from Imphal, Manipur
Her proud dad checking out the stars on her uniform. And #Rattana proudly watching the stars in her father’s eyes. [Source: @_mohul]
Cc: @manipur_police pic.twitter.com/8WOgGIFOPB
— Amit Panchal (@AmitHPanchal) May 7, 2020
રત્ના નગેસપમ્પને તેના પિતાની તસવીરમાં રત્ના પોલીસના યુનિફોર્મ પહેલી નજર આવી રહી છે અને તેના પિતા તેની વરદી ઉપર લાગેલા સ્ટાર ને જોઈ રહ્યા છે. એટલું જ નહીં રત્ના તેના પિતા તરફ ગર્વ થી જોઈ રહી છે.
આ તસવીરમાં બાપ અને દીકરી બંનેની આંખોમાં ગર્વનો ભાવ દેખાઈ રહ્યો છે અને એટલા માટે જ આ તસવીર લોકોને આકર્ષિત કરી રહી છે.અભિનેત્રી રવીના ટંડન અને આથિયા શેટ્ટી સહિત ઘણા લોકોએ આ તસવીરને ટ્વિટ કરી છે અને તેને પસંદ પણ કરી રહ્યા છે.
ગુરુવારે અમિત પંચાલે આ તસવીર શેર કરી હતી અને તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. લોકોએ આ તસવીર પર ખુબ પ્રેમ વરસાવ્યો. ઘણા લોકોએ તેને ફોટો ઓફ ધ ડે નું ઈનામ પણ આપ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news