ચહેરા પર ખીલ, કાળા ડાઘ,ડાર્ક સ્કિનની સમસ્યા અત્યારે દરેક ને થાય છે અને એના માટે આજે અમે તમને બટાકાનો ગજબ નો ઉપાય જણાવીશું જે એકવાર કરી લેશો તો આ સમસ્યા તરત જ દૂર થઈ જશે. બટાકાના રસમાં અનેક ગુણો રહેલા છે અને તે સ્કિનની સમસ્યાઓ ને દૂર કરવામાં કારગર છે.
બટાકાનું શાક તો તમે બહુ ખાતા હશો પણ શાકભાજી નો રાજા બટાકામાં આર્યન, વિટામિન સી પ્રમાણમાં હોય છે પણ માત્ર તેને ખાવાથી જ નહીં પણ લગાવવાથી પણ તેમને ઘણા ખરા ફાયદા થતા હોય છે. કાચા બટાકાનો રસ ડાર્ક સર્કલ દૂર કરવામાં મદદ કરે છે.
આ સ્કીન ના ખુલ્લા રોમછિદ્રો બંધ કરીને ટાઈટ રાખે છે અને કરચલીઓ દૂર કરે છે.કાળા ડાઘો અને ખીલમાં પણ રામબાણ છે સાથે જ તેને બનાવવાનું પણ એકદમ સરળ છે.
બટાકા અને હળદરનો ફેસપેક લગાવવાથી સ્કિનનો રંગ નિખરે છે. તેના માટે અડધા બટાકાનો રસ કાઢી તેમાં ચપટી હળદર પાવડર મિક્સ કરીને ફેસ અને ગરદન પર લગાવી દો.અડધા કલાક બાદ ફેસ વોશ કરી લો.
1 મોટી ચમચી બટાકાની ફેસ લઈ તેમાં એક ચમચી દહીં મિક્સ કરો. પછી આ પેસ્ટ લગાવી અડધી કલાક બાદ ફેસવોશ કરી લો. આનાથી સ્કિન તાજી અને ટાઈટ પણ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.