માતા-પિતાએ પોતાનો જીવ ગુમાવી દીકરીનો જીવ બચાવ્યો, સમગ્ર ઘટના જાણી આંખો ભીની થઇ જશે

હાલ ખેડા જિલ્લાના મહેમવાદમાંથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. જેમાં એક પુત્રીને બચાવવા જતા તેના માતા પિતાએ જીવ ગુમાવ્યો છે. જાણવા મળ્યું છે કે, સણસોલી નજીક ગોગજી પુરા નજીક માતા-પિતાએ દીકરીને બચાવવા જતા જીવ ગુમાવ્યો હતો.

ગઈકાલે સાંજે દીકરી કપડા સૂકવવા જતી હતી ત્યારે તેને વીજ કરંટ લાગ્યો હતો ત્યારે તેનો અવાજ સાંભળી તેના પિતા ત્યાં દોડી આવ્યા હતા. ત્યારબાદ માતા પણ દીકરીને બચાવવા દોડી આવી હતી. પરંતુ દીકરીને બચાવવા જતા માતા પિતાને પણ કરંટ લાગ્યો હતો. મળતી માહિતી  મુજબ, સીમ વિસ્તારમાં પુત્રી કપડા સુકવતી હતી તે દરમિયાન પુત્રીને કરંટ લાગ્યો હતો.

આ ઘટના પિતાની નઝર સામે બનતા જોઈ પિતા દીકરીને બચાવવા માટે દોડી આવ્યા ત્યારે આ ઘટનામાં દીકરીનો આબાદ બચાવ થયો છે. અને માતા-પિતાને આ દરમિયાન ગંભીર અસર થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

આ ઘટનામાં દીકરી તો બચી ગઈ પરંતું તેના માતા-પિતા મોતના મુખમાં ધકેલાતાં પરિવાર પર જાણે આભ તૂટી પડયું છે. માતા-પિતાની છત્રછય ગુમાવતા દીકરી અને તેના પરિવારજનો શોક મગ્ન બની ગયા છે. દીકરીને બચાવવા જતા માતા પિતાને કરંટ લાગતા તેનું મોત નિપજ્યું તે મામલે પોલીસ દ્વારા અપમૃત્યુની ફરિયાદ નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *