ભારતમાં લોકસભાની ચૂંટણી યોજાઇ રહી છે. આજે ચોજા તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે. તેમજ આજે 9 રાજ્યોમાં 71 બેઠક પર મતદાન યોજાઇ રહ્યું છે. જોમાં હવે તમારે વોટર આઈડી કાર્ડ બનાવવા માટે અથવા તેમાં સુધારા વધારા કરાવવા માટે ક્યાંય જવું પડશે નહી. કેમ કે આ કામ તમે ખુબ જ સરળ રીતે તમારા મોબાઈલ દ્વારા જ કરી શકશો. મોબાઈલ ફોન દ્વારા વોટર આઈડી બનાવવા અથવા તેમાં સુધારા વધાર કરવા માટે તમારા મોબાઈલમાં માત્ર ઈન્ટરનેટની જરૂર રહેશે.
1. સૌથી પહેલા તમે ચૂંટણી આયોગની વેબસાઈટ પર જાઓ http: // eci- citizenservices.nic.in/frmForm6New.aspx
2. તે બાદ તમે તમારા મોબાઈલને આ વેબસાઈટ પર રજિસ્ટર કરાવો.
3. ત્યાર બાદ તમારા મોબાઈલ ફોન, કોમ્પ્યુટર પર એક ફોર્મ આવશે જે ફોર્મને સેવ કરી દો.
4. આ ઓપચારિકાતા પૂરી કર્યા બાદ તમે એપ્લિકેશનને ઓનલાઈન ટ્રેસ કરી શકો છો.
5. થોડા સમય બાદ ચૂંટણી આયોગનો પ્રતિનિધિ તમારા ઘરે આવશે અને તમારા પાસેથી આવશ્યક સુચનાઓ અને જાણકારી લઈને જશે. જો તમારા દ્વારા આપવામાં આવેલ ઓળખાણ અને માહિતીને યોગ્ય માનશે તો થોડા જ દિવસોમાં પોસ્ટ દ્વારા તમારા ઘરે આવી જશે.