સમગ્ર વિશ્વમાં સ્વસ્છતા પ્રત્યે જાગૃકતા જોવા મળી છે. ત્યારે ભારતમાં સ્વચ્છતા અને સ્વચ્છતા પછીના કચરાના યોગ્ય નિકાલની ઘણી વિકટ સમસ્યા છે. જેમાં દેશનાં વિવિધ શહેરો મુંબઇ દિલ્હી, કાનપુર અમદાવાદની વિશાળ ડંપિગ સાઇટ્સ સતત વિસ્તરતી જાય છે. ત્યારે કચરાના વધતા જતા ડુંગરોને કારણે મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે જ્યારે માખી અને રોગોનું ઘર પણ બન્યું છે. જ્યારે સતત સળગતા કચરાથી આજુબાજુના વિસ્તારના લોકો ત્રાહિમામ જોવા મળે છે. આથી કચરાનો નિકાલ અને રિસાઇકલિંગની તાતી જરુરીયાત છે.
આજના પેકેજિંગ જમાનામાં બધુ જ મળે છે તેથી ડોર ટુ ડોર કચરાનું કલેકશન શરુ થયું છે પરંતુ તેનો મોટે ભાગે એક સ્થળે ઢગલો કરવામાં આવે છે. આ ઢગલો સતત વધતો રહે છે અને ચોતરફ દુર્ગંધ ફેલાવતો રહે છે કારણ કે આ કચરનો યોગ્ય નિકાલ અને રીસાઇલિંગ કેવી રીતે કરી શકાય છે તેનો દુનિયામાં દાખલો નાનકડા એવા સ્વીડન દેશે બેસાડયો છે..
સ્વીડને પોતાના ઘર આંગણે પેદા થતા ૯૯ ટકા કચરાનો નિકાલ કરે છે. એટલે કે માત્ર ૧ ટકો કચરો જ પડયો રહે છે.જેમાં સ્વીડન પોતાના ઘર આંગણે ઇલેકટીકસિટીની ૫૦ જરુરીયાત કચરામાંથી પૂર્ણ કરે છે. જ્યારે સ્વીડનના કચરા રિસાઇલિંગના ૩૨ યૂનિટોને પોતાના દેશનો ગાર્બેજ ઓછો પડતો હોવાથી અન્ય દેશો જેવાકે નોર્વે, જર્મની,ડેન્માર્ક અને ફ્રાંસ દેશો પાસેથી કચરાની આયાત કરે છે. ત્યારે ૨૦૧૬માં તેણે કુલ ૧૫ દેશોમાંથી ગાર્બેજ મંગાવવો પડયો હતો.
રીસાઇકિંગ પ્લાન્ટ બંધ કરવા પડે તેવી સ્થિતિ આવી પડી હતી. વિશ્વનાં ઘણા દેશોમાં ઘર આંગણે કચરાના ઢગલાથી પરેશાન છે ત્યારે સ્વીડન વિશ્વનો એક માત્ર દેશ કે જેને કચરો ખરીદવો પડે છે. આ દેશ વર્ષે 1.3 મીલીયન ટન જેટલો અધધ કચરો આયાત કરે છે. સ્કેનેડિયન દેશે વેસ્ટ ટુ એનર્જી પ્રોગ્રામ હેઠળ છેલ્લા ૧૬ વર્ષ સુધી મહેનત કરીને સફળતા મેળવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો