અહિયાં મળી આવ્યો 1999 અરબ ભારતીય રૂપિયાના સોનાનો ખજાનો- જાણો સરનામું

South Africa Gold News: દક્ષિણ આફ્રિકાને એક મોટો સોનાનો ખજાનો હાથ લાગ્યો છે. જેનું ભારતીય ચલણમાં મુલ્ય આશરે રૂ.1999 બિલિયન હોવાનું કહેવાય છે. અને ગજબની વાત તો એ છે કે આ ખજાનાની શોધ કોઈ સંશોધકે નથી કરી પરંતુ એક માસ્ટર ડીગ્રી(South Africa Gold News) કરનાર યુવાને કરી છે. એક યુવાન સંશોધકે માસ્ટર ડિગ્રી માટે થીસીસ તૈયાર કરવાની હતી. તેની શોધમાં તેણે  પોતાના વતન જોહાનિસબર્ગમાં સેંકડો ટન અદ્રશ્ય સોનાનો ભંડાર શોધી કાઢ્યો, જેની કિંમત $24 બિલિયન છે.

યુનિવર્સિટીએ હવે યુવાનને ડિગ્રીને પીએચડીમાં અપગ્રેડ કરી છે. સ્ટેલેનબોશ યુનિવર્સિટીના વિદ્યાર્થી સ્ટીવ ચિંગવારુએ જોહાનિસબર્ગના ખાણ ડમ્પને સંશોધનનો વિષય બનાવ્યો. આ ડમ્પ સોનાની ખાણના કચરામાંથી બનેલો છે, જે ટેકરીના રૂપમાં દેખાય છે.

ચિંગવારે જણાવ્યું કે તે બાળપણથી જ આ ટેકરાઓ જોતો આવ્યો છે. જ્યારે અહીં જોરદાર પવન આવતો ત્યારે આ ટેકરાઓમાંથી નીકળતી ધૂળ લોકોના વાળ, કપડા અને ગળા પર ચોંટી જતી. જ્યારે તે મોટો થયો ત્યારે તેને ટેકરી વિશે ખબર પડી.  ટેકરી કે અવશેષો એને કહેવાય છે જે ખનીજોમાંથી નીકળેલું વેસ્ટ કચરો સામગ્રી છે. ચિંગવારુએ કહ્યું કે લોકો પહેલાથી જ આ અવશેષોમાંથી સોનું કાઢતા હતા, પરંતુ તેમાંથી માત્ર 30 ટકા જ રિકવર થઈ રહ્યું હતું. ચિંગવારુ કહે છે કે હું જાણવા માંગતો હતો કે બાકીના 70 ટકા ક્યાં છે. શા માટે તેઓ તેને શોધી શક્યા નથી?

હાલમાં, આવી કોઈ સસ્તી તકનીક નથી
સંશોધનમાં ખાણોના ઢગલામાંથી નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી. એવું જાણવા મળ્યું કે મોટા ભાગનું સોનું પાયરાઈટ નામના ખનિજમાં છુપાયેલું હતું. ચિંગવારુએ ગણતરી કરી કે કચરાના આ પહાડમાં 420 ટન અદ્રશ્ય સોનું છુપાયેલું છે, જેની કિંમત 24 અબજ ડોલર છે. તેમનું સંશોધન દર્શાવે છે કે અહીં ઘણું સોનું છે, પરંતુ મોટો પ્રશ્ન એ છે કે આ સોનું કાઢવા માટે કોઈ સસ્તી ટેક્નોલોજી નથી, જેથી તેને સરળતાથી કાઢી શકાય. જ્યાં સુધી કોઈપણ કંપની તેમાં રોકાણ ન કરે ત્યાં સુધી તેમાંથી સોનું કાઢી શકાય નહીં. ચિંગવારુ કહે છે કે તેણે દક્ષિણ આફ્રિકામાં મોટા લોકો સાથે વાત કરી છે. સૌએ સ્વીકાર્યું છે કે સોનું કાઢવું ​​મોંઘું પડશે. તેઓએ આ કિસ્સામાં રૂચી  દાખવી છે અને કહ્યું છે કે આમાંથી નફો મેળવી શકાય છે. કેટલીક કંપનીઓ પણ રોકાણ કરવા તૈયાર છે.