13 મહિના જેલમાં રહેલા આ વ્યક્તિને પીએમ મોદીના કાર્યક્રમમાં મળ્યું ખાસ આમંત્રણ- જાણો કોણ છે

આજે વડાપ્રધાન મોદીની માતા હીરાબાના 100માં જન્મદિન પર હાલ પીએમ મોદી(PM Modi) ગુજરાત (Gujarat)ની મુલાકાતે છે. ત્યારે મોદી પાવાગઢ(Pavagadh) ખાતે ધ્વજારોહણ કરી વડોદરા(Vadodara) આવી પહોચ્યા છે. જાણવા મળ્યું છે કે, વડોદરામાં આજે પ્રધાનમંત્રી કરોડો રૂપિયાના વિકાસકામોની ભેટ જનતાને આપશે. ત્યારે આ પ્રસંગે અનેક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બધા મહાનુભવોમાં એક વ્યક્તિને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે. અને એ છે પીએમ મોદી સાથે આર.એસ.એસ.માં રહેલા ડો.ભોગીભાઈ પટેલ.

મળતી માહિતી અનુસાર, 1 જુલાઈ 1965 માં આર.એસ.એસ માં જોડાનાર ડો ભોગીભાઈની તત્કાલીન પીએમ મોદી સાથે અનેક જુની યાદો છે. ડો.ભોગીભાઈ પટેલે આર.એસ.એસ પ્રચારક તરીકે 1979માં નરેન્દ્ર મોદી સાથે સુરત, વડોદરા, વેરાવળ, ઝનોર, સોજીત્રા, ભરૂચ, જામનગર, તેમજ પેટલાદમાં કામ કર્યું હતું. તેમજ 1975માં કટોકટી સમયે તેઓ 13 મહિના અને 13 દિવસ જેલમાં પણ રહ્યા હતા. તેઓ વડોદરા અને અમદાવાદની જેલમાં રહ્યા હતા. આ ઉપરાંત ભોગીભાઈ પટેલ 2013થી પી.એ તરીકે નરેન્દ્ર મોદી સાથે કામ કરતા હતા. તેમજ આ કાર્યક્રમમાં દિપક પંડ્યા પણ હાજર રહેશે.

પીએમ મોદી દ્વારા પાવાગઢમાં પણ ધ્વજ ફરકાવવામાં આવ્યો છે. સદીઓ બાદ પાવાગઢ મંદિર પર શિખર ધ્વજ ફરક્યો છે. સદીઓ અને યુગ બદલાઇ પરંતુ આસ્થાનુ શિખર સર્વોચ્ચ રહે છે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. તેમજ કેદારધામ અને કાશીમાં પણ ભવ્ય મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના પ્રયાસનું ઉત્તમ ઉદાહરણ છે. આવું મોદી દ્વારા કહેવામાં આવ્યું હતું.

મા મહાકાળીના ચરણોમાં બેસીને આશીર્વાદ મેળવ્યા: મોદી
આજે પીએમ મોદીની માતા હીરાબાના 100માં જન્મદિન પર વડાપ્રધાન મોદી માતા હીરાબાના આશીર્વાદ લઇને પાવાગઢ પહોંચ્યા હતા. આ અંગે લોકોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મા મહાકાળીના ચરણોમાં બેસીને આશીર્વાદ મેળવ્યા છે. સપનું જ્યારે સંકલ્પ બને અને સંકલ્પ જ્યારે સિદ્ધિ બને ત્યારે તેનો આનંદ અનેરો હોય છે. આ ક્ષણ પ્રેરણા અને ઉર્જા આપનારી છે. ગુપ્ત નવરાત્રી અગાઉ મહાકાળીનું આ મંદિર દિવ્યરૂપમાં દર્શન આપી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *