કેન્સરથી લઈને ઘણી બીમારીઓ માટે વરદાન સમાન છે આ ખાસ લાકડાનું તેલ- જાણો અન્ય જબરદસ્ત ફાયદા

ચંદનથી(Sandalwood) શરીરમાં ઘણા ફાયદાઓ(Advantages) થાય છે. બ્યુટી પ્રોડક્ટ્સની(Beauty products) સાથે, ચંદનના તેલનો ઉપયોગ સ્વાસ્થ્ય સંબંધિત ઘણી પ્રોડક્ટ્સમાં પણ થાય છે. તેની સુગંધ અને ગુણધર્મોને કારણે,…

ચંદનથી(Sandalwood) શરીરમાં ઘણા ફાયદાઓ(Advantages) થાય છે. બ્યુટી પ્રોડક્ટ્સની(Beauty products) સાથે, ચંદનના તેલનો ઉપયોગ સ્વાસ્થ્ય સંબંધિત ઘણી પ્રોડક્ટ્સમાં પણ થાય છે. તેની સુગંધ અને ગુણધર્મોને કારણે, ચંદનનો ઉપયોગ માત્ર ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે જ નહીં પરંતુ અન્ય ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવા માટે પણ કરવામાં આવે છે.

આ દિવસોમાં ચંદનના તેલનો ઉપયોગ ઘણા પરફ્યુમ અને રૂમ ફ્રેશનરમાં પણ થાય છે. ચંદન એ ત્વચા અને વાળને કુદરતી રીતે સુધારવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ફાયદાકારક સાબિત થાય છે. તે સિવાય પરંપરાગત અને આયુર્વેદિક દવાઓ બનાવવામાં સદીઓથી તેનો ઉપયોગ કરવામાં આવે છે. ચંદનનું તેલ સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર કરી શકે છે તેવું પણ ઘણા સંશોધનો દરમિયાન જાણવા મળ્યું છે.

એક અહેવાલ અનુસાર, પરંપરાગત ચાઈનીઝ દવાઓની સાથે, ચંદનના તેલનો ઉપયોગ ભારતમાં આયુર્વેદિક દવાઓમાં વિવિધ રોગોની સારવાર માટે થાય છે, જેમ કે – શરદી, ખાસી, પાચન સમસ્યાઓ, માનસિક રોગો, સ્નાયુઓ વગેરેથી જોડાયેલી સમસ્યાઓ, યકૃત અને પિત્તાશયની સમસ્યાઓ. આ રીતે ચંદન તેમજ ચંદનના તેલના ઘણા ફાયદાઓ છે.

1. ચિંતા દૂર કરે છે ચંદનનું તેલ
આ દિવસોમાં કોરોના વાયરસની મહામારીને કારણે લોકોમાં ચિંતા અને બેચેનીની સમસ્યા વધુ જોવા મળી રહી છે. ક્લિનિકલ પ્રેક્ટિસમાં કોમ્પ્લિમેન્ટરી થેરાપીઝના સંશોધન અહેવાલ મુજબ, ચંદનના તેલથી એરોમાથેરાપી મસાજ ચિંતાને દૂર કરવામાં મદદ કરી શકે છે. તેમજ તેનાથી તણાવ ઓછો થઈ શકે છે.

2. ઘા મટાડવામાં મદદ કરે છે
મળતી માહિતી અનુસાર, જો ત્વચા પર કોઈ ઈજા થઈ હોય અથવા કોઈપણ પ્રકારનો ઘા હોય તો ચંદનનું તેલ તેને ઝડપથી મટાડવામાં અને સ્વસ્થ થવામાં મદદ કરી શકે છે. તેનું કારણ એ છે કે આ તેલ ત્વચાના કોષોના વિકાસને પ્રોત્સાહન આપે છે. આ રીતે કોઇપણ ઘા પર ચંદનનું તેલ લગાવવાથી તે ઝડપથી સારું થઈ જશે.

3. ત્વચાના કેન્સર સામે રક્ષણ આપવામાં મદદરૂપ
આર્કાઈવ્સ ઓફ બાયોકેમિસ્ટ્રી એન્ડ બાયોફિઝિક્સના અભ્યાસ અનુસાર, ચંદનનું તેલ ત્વચાના કેન્સર સામે લડવામાં પણ મદદ કરી શકે છે. ચંદનના તેલમાં α-santalol નામનું સંયોજન હોય છે જે કેન્સરગ્રસ્ત કોષોને મારી નાખવામાં મદદ કરે છે. તેથી ત્વચાના કેન્સરની સમસ્યા ધરાવતા લોકોએ આ તેલનો ઉપયોગ કરવો જોઈએ.

4. ખીલથી બચાવે છે ચંદનનું તેલ
ચંદન એ બ્યુટી પ્રોડક્ટ્સ માટે ખુબ જ જાણીતું છે. તે સિવાય ચંદનનું તેલ ખીલની સમસ્યા પણ દુર કરે છે. ચંદનનું તેલ તેના બળતરા વિરોધી ગુણધર્મોને કારણે ખીલની સારવારમાં પણ મદદ કરે છે. તે ત્વચાને અંદરથી સાફ કરે છે જેથી નખ-ખીલ અને પિમ્પલ્સની સમસ્યા રહેતી નથી.

ઘરે ચંદન તેલનો ઉપયોગ કેવી રીતે કરવો?
તમે આ 5 રીતે ઘરે જ એરોમાથેરાપી દ્વારા ચંદનના તેલનો ઉપયોગ કરી શકો છો. ચંદનનું તેલ સીધું ત્વચા પર લગાવો. તમારા લોશનમાં તેલના થોડા ટીપાંનો ઉપયોગ કરો. પાણીની કીટલીમાં ચંદનના તેલના થોડા ટીપાં નાખીને ગરમ કરો. આમ કરવાથી તેની સુગંધ આખા ઘરમાં ફેલાઈ જશે. ઓઈલ ઈન્ફ્યુઝરની મદદથી પણ આ તેલની સુગંધ ઘરના દરેક ખૂણે-ખૂણે લઈ જઈ શકાય છે. તમારા નહાવાના પાણીમાં ચંદનનું તેલ મિક્સ કરો.

આ રીતે ચંદનનું તેલ એ ઉપર જણાવેલી સ્વાસ્થ્ય સંબંધિત તેમજ બ્યુટી સંબંધિત સમસ્યાઓને દુર કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *