ન્યુયોર્ક(New York), યુએસએ(USA)માં એક પ્રખ્યાત અને પ્રમુખ મંદિરની બહારની શેરીનું નામ ‘ગણેશ ટેમ્પલ સ્ટ્રીટ(Ganesh Temple Street)’ રાખવામાં આવ્યું છે. જે સમગ્ર વિશ્વમાં હિંદુ સમુદાયના લોકો માટે ગર્વની વાત છે. આ નિર્ણય પાછળ હિંદુ ટેમ્પલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સમાજના લોકો શહેરમાં સ્થિત ‘શ્રી મહા વલ્લભ ગણપતિ દેવસ્થાનમ’માં ઊંડી શ્રદ્ધા ધરાવે છે.
ગણેશ મંદિર સ્ટ્રીટ ક્યાં છે?
આ હિંદુ મંદિર ફ્લશિંગ, ક્વીન્સ કાઉન્ટીમાં આવેલું છે. જેની સ્થાપના 1977માં થઈ હતી. તે ઉત્તર અમેરિકાનું પ્રથમ અને સૌથી જૂનું હિંદુ મંદિર માનવામાં આવે છે. મંદિરની બહારની ગલીનું નામ બાઉને સ્ટ્રીટ છે, જેનું નામ અમેરિકન ધાર્મિક સ્વતંત્રતાના હિમાયતી અને ગુલામી વિરોધી ચળવળના હીરો જોન બૂન પરથી રાખવામાં આવ્યું છે. શનિવારે એક વિશેષ સમારોહમાં પ્રખ્યાત ગણેશ મંદિરના માનમાં રસ્તાનું નામ ‘ગણેશ ટેમ્પલ સ્ટ્રીટ’ રાખવામાં આવ્યું હતું.
સમારોહમાં ન્યૂયોર્કમાં ભારતના કોન્સલ જનરલ રણધીર જયસ્વાલ, ક્વીન્સ નગરના પ્રમુખ ડોનોવન રિચર્ડ્સ, દિલીપ ચૌહાણ, ડેપ્યુટી કમિશનર મેયર એરિક એડમ્સની ઓફિસમાં ભારતીય-અમેરિકન સમુદાયના સભ્યોએ હાજરી આપી હતી.
સખત મહેનત સફળ:
જયસ્વાલે આ પ્રસંગે કહ્યું હતું કે રસ્તાને બીજું નામ આપવું ફક્ત ઉજવણીનો જ નહી તે તે “આ સિદ્ધિ હાંસલ કરવા માટે કરવામાં આવેલી સખત મહેનત પણ દર્શાવે છે.” રિચાર્ડ્સે ટ્વિટર પર પુજારીઓ અને અન્ય લોકોની હાજરીમાં શેરીનું નામકરણ કરતો એક વીડિયો શેર કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.