આ ચોર તો સંસ્કારી નીકળ્યો, વીડિયો જોઈને તમે પણ એવું જ કહેશો…

Thief Viral Video: સોશિયલ મીડિયા પર રોજને રોજ કઈ નવું આવતું જ રહે છે. જો તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો તો દરરોજ તમારી નજરમાં અવનવા વિડીયો આવતા હશે. ક્યારેક વાયરલ અને મજેદાર વિડિયો જોવા મળે છે તો ક્યારેક એવી તસવીરો (Thief Viral Video) દેખાય જાય છે, જેને તમે પહેલા ક્યારેય ન જોઈ હોય. Instagram હોય ફેસબુક હોય કે પછી એક્સ જેવું કોઈ પ્લેટફોર્મ હોય ત્યાં તમામ પ્રકારની પોસ્ટ વાયરલ થતી હોય છે. ક્યારેક જુગાડના વિડીયો વાયરલ થાય છે, તો ક્યારેક નોકરી માટે કરવામાં આવેલ ઇમેલ વાયરલ થાય છે. ક્યારેક ટોળામાં એકબીજા સાથે લડતા લોકોનો વિડીયો વાયરલ થયેલો જોવા મળે છે. પરંતુ હમણાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે ખૂબ અલગ છે. આવો તેના વિશે જણાવીએ.

શું જોવા મળ્યું વીડિયોમાં?
હમણાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તેમાં જોઈ શકાય છે કે એક ચોર કોઈ દુકાનનું શટર તોડી તેમાંથી ઘૂસવાની કોશિશ કરી રહ્યો છે. તે દુકાનની અંદર જવા માટે જગ્યા કરી રહ્યો હતો અને તે દરમિયાન તેનો પગ લાગી જવાથી ભગવાનની એક તસવીર નીચે પડી જાય છે અને તેના પગ પાસે આવીને પડે છે. ત્યારબાદ તે તરત બહાર નીકળે છે અને ફરીથી પોતાનું માથું તે દુકાનમાં દાખલ કરે છે. અંદર ગયા બાદ તે સૌથી પહેલા ચોરી કરવાને બદલે ભગવાનની તસ્વીર ઉપાડે છે અને તેને માથે સ્પર્શ કરી માફી માંગે છે. આ વિડીયો ક્યારનો અને કઈ દુકાનનો છે, તેની જાણકારી તો નથી મળી રહી પરંતુ હાલ તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

અહીંયા જુઓ વાયરલ વિડિયો

તમે હમણાં જે વાયરલ વીડીયો જોયો તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોને પોસ્ટ કરતા કેપ્શનમાં સલામ કરતી ઈમોજી લગાવેલી છે. આ વીડિયોની અત્યાર સુધીમાં એક લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા બાદ કમેન્ટ કરતા એક વ્યક્તિને લખ્યું કે ચોરમાં પણ સંસ્કાર છે. બીજા યુઝરે લખ્યું કે ખૂબ સંસ્કારી ચોર છે. ત્રીજા વ્યક્તિએ લખ્યું કે આ માણસ સારો છે પરંતુ કોઈ મુશ્કેલીને કારણે તે ચોરી કરી રહ્યો છે.