ગુજરાત(Gujarat): આ ઉત્તરાયણ(Uttarayan 2023)માં માત્ર અમદાવાદીઓ જ નહીં, પરંતુ આખા ગુજરાતના પતંગરસિયાઓને ખુશીનો માહોલ લાવી દે તેને લઈને એક મોટા સમાચાર છે. જો વાત કરવામાં આવે તો છેલ્લાં 10 વર્ષમાં ગુજરાતીઓએ ઉત્તરાયણ(Weather Forecast)ના દિવસે નહીં કરી હોય એટલી મજા આ વખતે આવવા જઈ રહી છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એટલે કે 14મી અને 15મી જાન્યુઆરીએ પવન 10થી 14 કિ.મી. પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે. માત્ર એટલું જ નહીં, બંને દિવસ મહત્તમ તાપમાન 28થી 30 ડીગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. છેલ્લાં ચાર વર્ષથી ઉત્તરાયણના દિવસે બપોર પછી પવન સાવ પડી જવાની પતંગ રસિયાઓ ફરિયાદ કરતા હતા, ત્યારે આ વખતે ફરિયાદ કરવાની આવશે નહી, કારણ કે, પવન જ એવો ફૂંકાશે.
જો વાત કરવામાં આવે તો અત્યારે ઉત્તર ભારતના ઠંડા પવનોને કારણે આખું ગુજરાત હાડ થીજાવતી ઠંડીને કારણે ઠૂંઠવાઈ રહ્યું છે. દિવસ દરમિયાન પણ તાપમાનનો પારો 20-25 ડીગ્રીથી ઉપર જઈ રહ્યો નથી. ત્યારે આ દરમિયાન ઠારની સાથે તેજ પવન, જે 25-30 કિ.મી.ની ગતિએ ફૂંકાઈ રહ્યો છે, જેને કારણે ઠંડીમાં પણ વધારો થયો છે. મહત્વનું છે કે, દિવસે પણ લોકોએ ગરમ વસ્ત્રો પહેરી રાખવા પડે છે. આવામાં ઉત્તરાયણે આવું વાતાવરણ રહેશે તો પતંગ કેવી રીતે ચગાવી શકીશું એવી પતંગરસિયાઓમાં નિરાશા છવાયેલી છે. જોકે હવામાન વિભાગ મુજબ, આગામી 10 જાન્યુઆરીથી ઠંડી દૂર થવાની સાથે પવનની ગતિમાં પણ ઘટાડો જોવા મળી શકે છે.
મકરસંક્રાંતિએ જાણો કેવો રહેશે પવન:
હવામાનની આગાહી કરતી વિવિધ સાઈટ્સ મુજબ જો વાત કરવામાં આવે તો, આગામી ઉત્તરાયણના દિવસે બપોરે 12 વાગ્યા સુધી તાપમાનનો પારો 20 ડીગ્રીની આજુબાજુ જ રહેશે. સવારના સમયે પવનની ગતિ સહેજ તેજ રહેશે અને કલાકના 20 કિ.મી. સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જોકે બપોર પછી પતંગ ચગાવવાની બરોબરની મજા આવશે, કારણ કે તાપમાનમાં વધારો થવા લાગશે અને ધીરે-ધીરે 4 વાગ્યા સુધીમાં 25 ડીગ્રીએ પહોંચી જશે. આ દરમિયાન પવનની ગતિ પણ કલાકના 10-12 કિ.મી.ની ઝડપ સુધી પહોંચી જશે. આ સમય અને હવા તથા પવનની ઈશાન તરફની દિશા પતંગ ચગાવવા માટે ખૂબ સરળતા રહેશે.
વાસી ઉત્તરાયણે જાણો કેવો રહેશે પવન:
ઉલ્લેખનીય છે કે, ઉત્તરાયણની તુલનાએ વાસી ઉત્તરાયણના દિવસે તાપમાન થોડુંક ઘટશે, પરંતુ પવનની ગતિમાં ત્રણથી ચાર કિ.મી.નો વધારો થાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. આ સ્થિતિ જોતાં વાસી ઉત્તરાયણના દિવસે બપોરના સમયે પણ કલાકના 14થી 15 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી લાગી રહ્યું છે. વાસી ઉત્તરાયણના દિવસે પવનની દિશા નૈઋત્યની રહે એવી પ્રબળ શક્યતા છે. જ્યારે મહત્તમ તાપમાન પણ 29 ડીગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતાઓ છે. આ વખતે વાસી ઉત્તરાયણના દિવસે રવિવાર હોવાથી પતંગરસિયાઓને જલસા પડી જવાના છે.
જો વાત કરવામાં આવે તો 2020 અને 2021ની ઉત્તરાયણે પવનની ગતિમાં બપોરે 12 વાગ્યા પછી વધારો થતો જશે અને અમદાવાદ સહિત રાજ્યભરમાં સરેરાશ 10 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, એવી આગાહી કરવામાં આવી હતી. પતંગરસિયાઓ પણ સવારના પોરમાં વહેલા સજ્જ થઈને પતંગ ચગાવવા ધાબે ચઢી ગયા હતા, પરંતુ ઉત્તરાયણના દિવસે માંડ 5-7 કિ.મી.ની ઝડપનો પવન રહેતાં પતંગ રસિયાઓની મજા બગડી ગઈ હતી. ત્યારે આવામાં વાસી ઉત્તરાયણના દિવસે પણ પવનની ગતિ ખાસ રહી નહોતી. પરંતુ આ વખતે પતંગ સરળતાથી ચગાવી શકશો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.