આ વખતે નવરાત્રીમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પાડશે મેઘરાજા; પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી

Paresh Goswami Prediction: ગુજરાતમાં થોડા દિવસથી વરસાદની તીવ્રતા ઓછી થઈ રહી છે. જોકે, હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, આ વખતે ગુજરાતમાં ઓક્ટોબર સુધી વરસાદ રહેશે તેમ જણાવવામાં આવ્યું છે. તેમજ ગુજરાતના જાણીતા હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલે (Paresh Goswami Prediction) ગુજરાતમાં હવે ફરીથી ધોધમાર વરસાદ પડવાની સિસ્ટમ ક્યારે પડશે તે અંગેની આગાહી કરી છે. અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે, આ વખતે એક પછી એક સિસ્ટમ બની રહી છે એટલે આ વખતનું ચોમાસું અનોખું છે.

વરસાદની આગાહી
અંબાલાલ પટેલે પોતાની આજની આગાહીમાં જણાવ્યું છે કે, હજી 10 તારીખ સુધી સિસ્ટમો સક્રિય જ છે અને જેના કારણે વડોદરા સહિતના મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટાં જોવા મળશે. આ ઉપરાંત પંચમહાલના ભાગમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે.

ઉત્તર ગુજરાતના ભાગમાં પણ વરસાદની શક્યતા છે. તો બીજી તરફ પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, 13-14 તારીખ આસપાસ બંગાળની ખાડીની સિસ્ટમ આવી રહી છે મધ્યપ્રદેશ સુધી આવ્યા પછી ઉત્તર ભારત તરફ ગતિ કરી શકે છે. કારણ કે પાકિસ્તાન પર જે એન્ટી સાઈક્લોન બનેલું છે તેના લીધે બંગાળની ખાડીથી આવેલી સિસ્ટમ ગુજરાત સુધી પહોંચશે નહીં.

હળવા વરસાદી ઝાપટાં પડશે
આ સાથે તેમણે જણાવ્યું કે, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદી ઝાપટાં તો કેટલાંક ભાગમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદી ઝાપટાં પડવાની રહેશે.

ચોમાસું મોડું મોડું વિદાઈ લેશે
તેમજ રાજ્યનાં કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 1 થી 18 ઓક્ટોબર દરમ્યાન છુટા છવાયા વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. તેમજ આ વર્ષે ચોમાસુ મોડું વિદાય લેશે.