આ વખતનો પેરિસ ઓલિમ્પિક હશે એકદમ ખાસ, જમીન પર નહિ પણ આ જગ્યાએ થશે ઉદઘાટન સમારોહ

Paris Olympics 2024: રમતગમતનો સૌથી મોટો મહાકુંભ એટલે કે ઓલિમ્પિક ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. આ વખતે ઓલિમ્પિક પેરિસમાં રમાશે. વિશ્વભરમાંથી 10 હજારથી વધુ એથ્લેટ તેમાં ભાગ લેશે. આ વખતની ઓલિમ્પિક્સ અલગ છે. પેરિસે(Paris Olympics 2024) તેને ખાસ બનાવવા માટે છેલ્લા 10 વર્ષથી ઘણી ખાસ તૈયારીઓ કરી છે. અહીં અમે તમને 2024 ઓલિમ્પિકની વિશેષતાઓ વિશે વિગતવાર જણાવીશું.

આ રમતોને પ્રથમ વખત ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવશે
પેરિસ ઓલિમ્પિકમાં ચાર નવી રમતો ઉમેરવામાં આવી છે. આ વખતે બ્રેકડાન્સિંગ ઓલિમ્પિકમાં ડેબ્યૂ કરશે. આ વખતે ઓલિમ્પિકમાં સ્કેટબોર્ડિંગ, સર્ફિંગ અને સ્પોર્ટ્સ ક્લાઈમ્બિંગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે, આ વખતે કેટલીક રમતો ઓલિમ્પિકનો ભાગ ન બની શકે.

કરાટે, બેઝબોલ અને સોફ્ટબોલ જેવી રમતો ટોક્યો ઓલિમ્પિકનો ભાગ હતી, પરંતુ આ વખતે તેને હટાવી દેવામાં આવી છે. પેરિસ ઓલિમ્પિકમાં જે ચાર નવી રમતનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં એકપણ ભારતીય એથ્લેટ ક્વોલિફાય થયો નથી.

2024 પેરિસ ઓલિમ્પિકનો મેડલ ખૂબ જ ખાસ છે
2024 પેરિસ ઓલિમ્પિકનો મેડલ ખૂબ જ ખાસ છે. માત્ર તેની ડિઝાઇન જ અદભૂત નથી, દરેક મેડલ પર એફિલ ટાવર પણ કોતરાયેલું છે. મેડલની ડિઝાઇન ફ્રાન્સની ભાવનાને પ્રતિબિંબિત કરશે. દરેક મેડલની સાથે એફિલ ટાવરનું અસલ લોખંડ જોડાયેલ છે. ગોલ્ડ મેડલનું વજન 529 ગ્રામ, સિલ્વર મેડલનું વજન 525 ગ્રામ અને બ્રોન્ઝ મેડલનું વજન 455 ગ્રામ હશે.

નદી પર ઉદઘાટન સમારોહ યોજાશે
પેરિસ ઓલિમ્પિકનો ઉદ્ઘાટન સમારંભ પણ ખૂબ જ ખાસ બનવાનો છે. આ વખતની ઓપનિંગ સેરેમની અલગ હશે. 2024 પેરિસ ઓલિમ્પિકનો ઉદઘાટન સમારોહ નદી પર યોજાશે. આ ઉદઘાટન સમારોહ સેરી નદી પર થશે, હજારો રમતવીરો બોટ દ્વારા નદી પાર કરીને એફિલ ટાવર તરફ જશે. અગાઉ ઉદઘાટન સમારોહ વિશાળ મેદાન અથવા સ્ટેડિયમમાં યોજવામાં આવતો હતો, પરંતુ પ્રથમ વખત નદી પર ઉદ્ઘાટન સમારોહ યોજાશે. 2024 પેરિસ ઓલિમ્પિકનું પ્રતીક પણ તદ્દન અલગ છે.