અફગાનિસ્તાનના જલાલાબાદ નામના ગામની આ વાત છે. ત્યાં અફસાના નામની એક યુવતી રહેતી હતી. આ યુવતીનું બાળપણએ સામાન્ય બાળકની જેમ હસતા રમતા જ પસાર થયું હતું. ત્યારબાદ એ યુવતીના લગ્ન એ તેમના ગામની પાસે આવેલ એક ગામમાં યુવક સાથે થયા હતા. આ યુવકએ આર્મીમાં નોકરી કરતો હતો. લગ્નના અમુક દિવસ પછી જ આર્મીના ચાલી રહેલ યુદ્ધને કારણે તેના પતિનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ અફસાના વિધવા થઇ અને તેની આસપાસના લોકો તેને મેણાં મારવા લાગ્યા છે. એટલું જ નહીં, જયારે અફસાનાના પિતાનું મુર્ત્યું થયું ત્યારે તેને ઘરની બહાર કાઢી મૂકી હતી.
જયારે અફસાના નાની હતી ત્યારે તેનો એક મિત્ર હતો અને તેમની વચ્ચે એક નિર્દોષ મિત્રતા જ હતી. પરંતુ અફસાનાને એ ખબર જ નહોતી કે, તે છોકરો સલમાન તેને પ્રેમ કરે છે. પહેલા ક્યારેય સલમાને તેને પોતાના પ્રેમ વિષે જણાવ્યું ન હતું. સલમાન મોટા થયા પછી વધુ ભણતર માટે શહેર જાય છે અને ત્યાં જ તે જોબ કરવા લાગે છે. હવે 9 વર્ષ શહેરમાં રહ્યા પછી તે પોતાના ઘરે પરત આવે છે. તે ઘરે આવતા જ અફસાનાને મળવા માટે બેચેન હતો અને તે વિચારતો હતો કે, હવે અફસાના કેવી લાગતી હશે.
ગામમાં પહોંચીની સાથે જ તે પીપળાના ઝાડ પાસે ગયો હતો જ્યાં તે અફસાના સાથે રમતો હતો. પણ ત્યાં જઈને તેણે જોયું તો એક છોકરી મેલા અને ફાટેલા કપડાં પહેરીને બેઠી હતી. જયારે સલમાને તપાસ કરી તો ખબર પડી કે, એ અફસાના જ છે. તે અફસાનાની આવી પરિસ્થિતિ જોઈને બહુ દુઃખી થઇ ગયો હતો. ત્યારબાદ ત્યાં સલમાનની મમ્મી આવી જતા તેની માતા સલમાનને લઈને ઘરે ચાલી ગઈ હતી. પરંતુ સલમાનના મનમાં તો સતત અફસાનાના જ વિચાર ચાલતા હતા.
થોડા દિવસ પછી સલમાન ફરીથી તે ઝાડ પાસે જાય છે અને ત્યાં અફસાનાને રડતી જોઈ હતી. આ પછી સલમાન એ અફસાનાને સહારો આપે છે. જયારે તે પરત શહેરમાં જાય છે ત્યારે તે અફસાના પાસે જાય છે અને તેને પોતાની સાથે શહેર આવીને નવું જીવન શરુ કરવા માટે મનાવે છે. ત્યારબાદ શહેરમાં જઈને તે બંને એક નવું જીવન શરુ કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.