શિવજીના આ અનોખા મંદિરમાં વડ અને પીપળાનાં વૃક્ષ વચ્ચે સાક્ષાત બિરાજમાન છે દેવાધિદેવ મહાદેવ, દર્શન માત્રથી મનોકામના થાય છે પૂરી

આજે અમે તમને એક અનોખા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છે. બિહારના બગહામાં એક રહસ્યમય કુદરતી મંદિર આવેલું છે. આ મંદિર વડ અને પીપળના ઝાડની…

આજે અમે તમને એક અનોખા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છે. બિહારના બગહામાં એક રહસ્યમય કુદરતી મંદિર આવેલું છે. આ મંદિર વડ અને પીપળના ઝાડની વચ્ચે આવેલું છે. જણાવી દઈએ કે, પશ્ચિમ ચંપારણના ટડવલિયા ગામમાં સ્થિત આ મંદિરને જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જાય છે. આ સદીઓ જૂના મંદિરમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે.

એટલું જ નહીં પરંતુ, આ બે પ્રાચીન વૃક્ષોની ડાળીઓ આશ્ચર્યજનક રીતે શિવના ધનુષ, ત્રિશૂળ, ડમરું અને ગળાના હાર એટલે કે સર્પ સાથે મળતી આવે છે. આ ગામના રહેવાસીઓ રઘુનાથ દ્વિવેદી, ગૌરી શંકર જયસ્વાલ અને વિનોદ દ્રવેદી જણાવે છે કે, તેમના પૂર્વજો કહેતા હતા કે આ મંદિર સેંકડો વર્ષ જૂનું છે.

તેમના પૂર્વજોએ જણાવ્યું હતું કે, અહીં પહેલા જંગલ હતું. અહીં શ્રી યોગી હરિનાથ બાબા તપસ્યા કરતા હતા. કહેવાય છે કે, અહીં જ તેમણે જીવિત સમાધી લીધી હતી. સમાધિ બાદ જ્યારે શ્રી યોગીના અનુગામી ઉમાગિરિ નાથ મંદિર બનાવવા માટે આ સ્થળે ગયા ત્યારે એક આશ્ચર્યજનક ઘટના બની હતી.

આ મંદિર દિવસ દરમિયાન બનતું અને રાત્રે આપમેળે ધ્વસ્ત થઇ જતું હતું. ત્યારબાદ મંદિરનું નિર્માણ બંધ કરી દેવામાં આવ્યું. જણાવી દઈએ કે, સમાધિના સ્થળે પહેલેથી જ એક શિવલિંગ હતું. ત્યારબાદ વડ અને પીપળાના વૃક્ષો શિવલિંગની ફરતે વીંટળાઈ ગયા અને તેની ડાળીઓએ મંદિરનું રૂપ ધારણ કરી લીધું.

જાણવા મળ્યું છે કે, આજે મંદિરમાં આવવા-જવા માટે એક નાનો રસ્તો છે. આ મંદિરમાં સહેજ નમીને અંદર જવું પડે છે અને આ મંદીરમાં ત્રણ-ચાર લોકો બેસીને પૂજા પણ કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *