Dron Viral Video: જો કોઈ મગરના મોઢામાં ચાલ્યું ગયું તો સમજો કે યમરાજ પાસે પહોંચી ગયું. જ્યારે પણ મગરની આજુબાજુ કોઈ શિકાર દેખાય છે તો તે તેની ઉપર ઝડપથી તરાપ મારે છે. કેટલાક એવા જ શિકાર ની શોધમાં એક મગરે ઉડતા ડ્રોન (Dron Viral Video) ઉપર તરાપ મારી અને તેને ચાવવા લાગ્યો. પરંતુ થોડી જ ક્ષણોમાં મગર સાથે જે થયું તે જોઈને તમારા મોઢામાંથી બૂમો પડી જશે. આ ભયાનક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ઉડતા ડ્રોન પર મગર એ મારી તરાપ
વીડિયોમાં જોઈ શકાય છે કે એક મગર પોતાની ઉપર ઉડી રહેલા ડ્રોન ઉપર તરાપ મારે છે અને તેને ચાવવા લાગે છે. મોઢામાં રહેલા ડ્રોન ને પોતાના દાંત વડે ચાવવાને લીધે ડ્રોનની બેટરીમાં ધડાકો થાય છે જેના લીધે તેમાંથી ધુમાડો નીકળવા લાગે છે. આ ભયાનક વીડિયો જોઈ લોકો ગભરાઈ ગયા હતા. વીડિયોમાં કેટલાક લોકો નદી કિનારે ઊભા રહીને આ ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી રહ્યા છે.
મગરના મોઢામાં ફાટી ગયું ડ્રોન
વીડિયોમાં જોવાથી ખબર પડે છે કે નદી કિનારે ઉભેલા લોકો ડ્રોનની મદદથી મગરને રેકોર્ડ કરવાની કોશિશ કરી રહ્યા હતા. પરંતુ ડ્રોન જેવું મગરની નજીક જાય છે તો મગર તેને મોઢા વડે પકડીને ચાવવા લાગે છે. ચાવવાને લીધે મગરના મોઢામાં જ ડ્રોનની બેટરીમાં ધડાકો થાય છે. ધડાકો થયા બાદ મગર પોતાની જાતને બચાવવા માટે ફરીથી પાણીમાં ચાલ્યો જાય છે.
View this post on Instagram
વિડીયો પર લોકોએ આપી પોતાની પ્રતિક્રિયાઓ
આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram પર શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધી લાખો લોકોએ જોયો છે અને કમેન્ટ પણ કરી છે. આ વીડિયો ઉપર કમેન્ટ કરતા એક દિવસે લખ્યું કે આજે મગરને પહેલી વખત ઘરમાં ગરમ ખાવાનું મળ્યું હશે. તો લોકો કહે છે કે આને ઉડતું તીર લેવું કહેવાય. તો અન્ય એકે કહ્યું કે મગર એ પણ આજે હુક્કાની મજા માણી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App