સરકારી નોકરીના નામે આ વેબસાઈટ લોકોને ચૂનો લગાવી રહી છે- તમે છેતરાતા નહીં

Published on: 7:43 am, Thu, 25 April 19

દેશના મોટા ભાગના લોકોની ચાહત સરકારી નોકરી મેળવવાની હોય છે. તેના માટે તેઓ ખૂબ જ મહેનત કરે છે અને જો તેમને ખબર પડે કે અહીં સરકારી નોકરી મળી શકે તેમ છે તો તરત જ આવેદન કરે છે. હવે તો મોટાભાગના આવેદન ઓનલાઈન લેવામાં આવે છે પરંતુ ઓનલાઈન આવેદન ના ચક્કરમાં ઘણા બધા લોકો સાથે છેતરપિંડી થાય છે. હવે સરકારે નોકરીના નામે ઠગી કરતી વેબસાઈટો ને લઈને ચેતવણી જાહેર કરી છે. આવો જાણીએ……

જો તમે આયુષ્માન ભારત કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના નામની કોઈ પણ વેબસાઈટ ઉપર જાવ છો તો જરૂરી નથી કે તે વેબસાઈટ અસલી જ હોય.

આયુષ્માન ભારત યોજના ના નામે ઘણી બધી ફેક વેબસાઈટો ચાલી રહી છે જે લોકોને ચૂનો લગાવવાનું કામ કરે છે.

હવે આયુષ્માન ભારત યોજના ના ડેપ્યુટી સીઇઓ દિનેશ અરોડાએ આવી જ ફેક વેબસાઈટ વિશે લોકોને એલર્ટ કર્યા છે જે સરકારી નોકરી દેવાના નામે લોકો પાસેથી પૈસા ઉઘરાવતી હતી. તેમણે ટ્વીટ કર્યું છે કે,’ fraud alert! http://www.pmjaygov.in એક ફેક વેબસાઈટ છે જે આયુષ્માન ભારત PM-JAY ના નામ પર નોકરી ના ઓફર આપી ને ઈમાનદાર નાગરિકોને ભાગવાની કોશિશ કરી રહી છે. અમે પહેલા જ આ વેબસાઈટ ની સૂચના સાયબર સેલ ને આપી દીધી છે. કૃપા કરીને આ મેસેજને વધુને વધુ લોકો સુધી પહોંચાડો જેથી વધુ લોકો આના જાસા ન આવે.’

આ ખોટી વેબસાઈટ લોકોને નોકરીના આવેદન ના નામે 200 રૂપિયા ચૂકવવા કહેતી હતી. આ વેબસાઇટ પર આયુષ્માન મિત્ર ના પદ માટે આવેદન લેવામાં આવી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે મોટાભાગની આયુષ્માન ભારત યોજના ની વેબસાઈટ નું યુઆરએલ https://www.pmjay.gov.in છે.

તમને જાણકારી આપી દઈએ કે દરેક સરકારી વેબસાઈટ નુ યુઆરએલ માં gov.in હોય જ છે. સાથે જ વેબસાઈટ ની શરૂઆત HTTPS સાથે થાય છે નહીં કે HTTP થી.