ગુજરાતના કુપોષીત બાળકોને રૂપાણી સરકાર ખવડાવશે આ એક ખાસ વસ્તુ, શરૂ કર્યો પાયલોટ પ્રોજેક્ટ

દેશમાં કુપોષણ ને મામલે મોત થવાના મામલામાં ભાજપ સાશિત રાજ્યો અગ્રેસર રહ્યા છે. ભારતના ગુજરાતમાં કુપોષણની આપત્તિથી ઘણા ઘરોના ચિરાગ માંની ખોળામાં જ ઓલવાઈ જાય છે. સપ્ટેમ્બર 2016માં જિલ્લામાં કુલ 116 બાળકોના મોત કુપોષણના કારણે થયા હતા. સપ્ટેમ્બર 2016માં જિલ્લામાં કુલ 116 બાળકોના મોત કુપોષણના કારણે થઈ ગઈ. જેને સરકારે કરેલા તે દાવાઓની પોલ ખોલી નાંખી જેમાં બાળકોને પોષણ આહારથી સંબંધિત મોટા-મોટા દાવાઓ કર્યા હતા.

વિભાગના આંકડાઓ અનુસાર જાન્યુઆરી 2016થી જાન્યુઆરી 2018 વચ્ચે ગુજરાતમાં 57,000 બાળકોએ કુપોષણથી દમ તોડી નાંખ્યો હતો. જ્યારે જૂન મહિનામાં વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં ચિટનિસ દ્વારા જણાવવામાં આવ્યુ કે, ફેબ્રુઆરી મે 2018 વચ્ચે 7,332 બાળકોની મોત થઈ. ઉલ્લેખનિય છે કે, આ બધા સરકારી આંકડા છે અને એવું પણ કહેવામા આવે છે કે સરકારી આંકડાઓમાં મોટાભાગે પીડિતોની સંખ્યા ઓછી દર્શાવવામાં આવે છે. આ હિસાબે જોવામાં આવે તો સમજમાં આવે છે કે, વાસ્તવિક સંખ્યા કેટલી વધારે રહી હશે.

બાળ મૃત્યુદરનાં આંકડા સામે આવતા હોબાળો 

ગુજરાતના રાજકોટમાં બાળકોનાં મોત બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રાજકોટ બાદ અમદાવાદ અને સુરતમાં પણ બાળકોનાં મોતનાં આંકડા જાણીને સમગ્ર દેશમાં આ મુદ્દો ચર્ચાવા લાગ્યો હતો. આજે અમદાવાદ સિવિલ અને રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં છેલ્લા મહિનાનાં બાળ મૃત્યુદરનાં આંકડા સામે આવતા હોબાળો મચી ગયો છે.

બાળકોને ઈંડા ખવડાવવાનો પાયલોટ પ્રોજેક્ટ

રાજ્ય સરકારે પોતાના મહત્વાકાંક્ષી કુપોષણ નાબુદી માટે હવે બાળકોને ઈંડા ખવડાવવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. અને તે માટે દાહોદના પાંચ જિલ્લાની પસંદગી પણ કરવામાં આવી છે. જેમાં સંજેલી તાલુકામાં બાળકોને મરઘા ફાળવણીની કામગીરી પણ થઈ ગઈ છે. કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે સરકાર બાળકોના પરિવારને કડકનાથ નામની ઉત્કૃષ્ટ જાતની 10 મરઘી, એક મરઘો, પાજરૂં અને ચણ આપશે. પશુ પાલન વિભાગ દ્વારા પાંચ તાલુકામાં કુલ 1650 મરઘી અને 265 મરઘા આપવામાં આવશે.

દાહોદ જિલ્લામાં છ માસથી માંડીને ત્રણ વર્ષ સુધીના 6014 બાળકો અતિકુપોષિત અને 12512 બાળકો કુપોષિત છે જે આખા રાજ્યમાં સૌથી વધુ છે. તેના કારણે પાયલોટ પ્રોજેક્ટ તરીકે તેને પસંદ કરવામાં આવ્યો છે પ્રોજેક્ટ અંતર્ગત દાહોદ જિલ્લાના લીમખેડા, સિંગવડ, સંજેલી, ફતેપુરા અને ગરબાડા એમ પાંચ તાલુકા પસંદ કરવામાં આવ્યા છે.

આ દરેક તાલુકામાંથી 33-33 બાળકોને રેન્ડમલી સિલેક્ટ કરાયા છે. આ પાંચેય તાલુકાના 265 બાળકોને પશુપાલન વિભાગ દ્વારા 10 મરઘી, એક મરઘો,ચણ અને તેમને રાખવા માટે પીંજરૂ આપવામાં આવશે. આ મરઘીઓ દ્વારા આપનાર ઇંડા અતિકુપોષિત બાળકોને ખવડાવવામાં આવશે તો આર્યન અને પ્રોટિન જેવા વિટામિન અને ખનિજ તત્વો મળી રહેતાં કુપોષિત બાળકોની સ્થિતિમાં સુધારો આવશે અને કુપોષણના પ્રમાણમાં પણ સુધારો થશે તેવું સરકારનું માનવુ છે.

જાણો યુનિસેફનો રિપોર્ટ શું કહે છે ?

ગુજરાતમાં હજારો બાળકો કુપોષણનો શિકાર છે. યુનિસેફના વર્ષ ૨૦૧૭ના રિપોર્ટ મુજબ, ગુજરાતમાં ૧૦.૧ ટકા બાળકો ઓછા વજન સાથે જન્મે છે. ગર્ભાવસ્થા દરમિયાન માતાને ઓછા પ્રોટિન સાથેનો ખોરાક મળતાં બાળકને ય પ્રોટિનની ઉણપ હોય છે. બાળકોના મૃત્યુ માટે નિયોનેટલ કેર યુનિટમાં ડૉક્ટરોની અપુરતી કાળજી પણ મહત્વનુ કારણ છે.આ ઉપરાંત બાળકમાં જન્મજાત બિમારી,અશક્તિ, અધૂરા મહિને જન્મ, માતાને અપુરતો ખોરાક,ખોરાકમાં વિટામીનનો અભાવ સહિત ઘણાં કારણો જવાબદાર છે. સરકારી હોસ્પિટલોમાં ડૉક્ટર સહિતનો પુરતો સ્ટાફ જ નથી. વેન્ટિલેટર સહિતના સાધનોની ઘણી કમી છે.

યોજનાઓ ઘણી પણ બાળકોના મૃત્યુંદરનો સિલસિલો યથાવત્ત

નવજાત શિશુઓના મૃત્યુદરમાં ઘટાડો કરવા રાજ્ય સરકારે બાળસખા યોજના,ચિરંજીવી યોજના,કસ્તુરબા પોષણ યોજના,જનની સુરક્ષા યોજના, જનની શિશુ સુરક્ષા યોજના પાછળ કરોડોનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે. છતાંય બાળ મૃત્યુનો સિલસીલો જારી રહ્યો છે. આ એજ દર્શાવે છેકે, ગુજરાત મોડેલનો રકાસ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *