પોલીસ અધિકારી તરીકે ક્યારે કાયદાનો તથા ક્યારે હ્રદયની સૂચનાનો અમલ કરવો ખુબ જ મુશ્કેલ કામ છે. વર્ષ 2014માં અમદાવાદમાં આસીસ્ટન્ટ પોલીસ કમિશનર તરીકે મુકાયેલ મંજીતા વણઝારા સાથે આવું જ કઈક બન્યું હતું. અમદાવાદમાં F-ડીવીઝનમાં મુકાયેલ ACP મંજીતા વણઝારા પાસે કેટલાંક સ્થાનિકો ફરિયાદ લઈને આવ્યા હતા.
એમની ફરિયાદ હતી કે, એમનાં વિસ્તારમાં અમદાવાદના પ્રખ્યાત બુટલેગર તેમજ ગેમ્લર કિશોર લંગડાનું મોટું જુગારધામ ચાલી રહ્યું છે. જેની વિરુદ્ધ બોલવાની સ્થાનિકો તો હિંમત કરતા નથી પરંતુ સ્થાનિક પોલીસ પણ કિશોર લંગડાના અડ્ડા તરફથી ફરકતી નથી.
મંજીતા વણઝારા હજુ ફ્રેશ પોલીસ ઓફિસર હતા તેમજ અમદાવાદની ક્રાઈમ હિસ્ટ્રીથી પણ સાવ અજાણ હતા પરંતુ એમને એટલુ સમજાઈ ગયું હતું કે, કોઈપણ ગુનેગાર પોલીસની મદદ વગર મોટો થતો નથી, મંજીતા વણઝારાએ કિશોર લંગડાને નાથવાનો નિર્ણય કર્યો હતો.
જો કે, એમણે આ મામલે સ્થાનિક પોલીસને કામ સોંપવાની જગ્યાએ પોતે જ રેડ પાડવાનો નિર્ણય કર્યો હતો. અસારવા વિસ્તારમાં ચાલતા જુગારના અડ્ડા પર તેઓ રેડ કરવા પહોંચ્યા ત્યારે કિશોર લંગડાનો વકિલ સરકારી કાગળ લઈ આવ્યો હતો.
તેણે દલીલ કરતા જણાવ્યું હતું કે, કિશોર પાસે કલબ ચલાવવાનું લાઈસન્સ છે તમે રેડ કરી શકશો નહીં, કિશોરને ત્યાં નામી પોલીસ અધિકારીઓ પણ રેડ કરવા આવતા ન હતાં ત્યારે એક મહિલા પોલીસ અધિકારી કે, જેમણે હજુ પોલીસમાં પા પા પગલી માંડી હતી તેમણે કિશોરને ત્યાં રેડ કરવાની હિંમત કરી હતી.
કિશોર લંગડાના વકિલને સરકારી ભાષા સમજાવતા મંજીતા વણઝારાએ જણાવ્યું કે, કાયદાની આડમાં અહિં જે ચાલી રહ્યું છે તેની મને જાણ છે મને મારૂં કામ કરવા દો નહીંતર તમે પણ આ કેસમાં આરોપી બનશો, કિશોર લંગડાને ત્યાં રેડ કરી કુલ 238 જુગારીઓને પકડી પાડવામાં આવ્યાં હતા.
આટલા આરોપીઓને પોલીસ સ્ટેશન લઈ જવા પોલીસવાન પણ નાની પડી રહી હતી. જેને લીધે ઓપન ટ્રકમાં આરોપી લઈ જવાંમાં આવ્યાં હતા. આમ, ACP મંજીતા વણઝારા તથા બુટલેગર કિશોર લંગડાની વચ્ચે આ પહેલો ટકરાવ હતો. કિશોર માની રહ્યો હતો કે, નવો અધિકારી પહેલા આવું જ કરે પરંતુ પછી બધું ગોઠવાઈ જતું હોય છે અહીં પણ તેવું જ થશે પણ તેવું થયું નહીં.
કિશોરનો પોલીસમાં દબદબો હોવા છતાં કિશોરના દારૂના અડ્ડાઓ ઉપર એક બાદ એક રેડ થવા લાગી. મંજીતા વણઝારાએ ચેતવણી આપી કે, હું જયાં સુધી આ વિસ્તારમાં છું તારો કોઈ બે નંબરનો ધંધો ચાલવા દઈશ નહીં કાયદાની છટકબારી-પૈસાનો ઉપયોગ કરતો કિશોર હજુ પોતાની તાકાત પર મુસ્તાક હતો પરંતુ મંજીતા વણઝારાએ પણ તેને થકવી દેવાનું નક્કી કર્યું હતું.
કિશોરને ત્યાં દરેક વખતે ખુદ મંજીતા વણઝારા જ રેડ કરીને તપાસ પણ પોતે જ કરતા હતા. માત્ર 4 વર્ષના સમયગાળામાં કિશોર સામે કુલ 17 ફરિયાદ નોંધાઈ ચુકી હતી. આમ કિશોર ચારેય બાજુથી ભીંસમાં આવી રહ્યો હતો. આ દરમિયાન કિશોરના દિકરાનાં લગ્ન હતા, બીજા દિવસના અખબારમાં સમાચાર હતા કે કિશોર લંગડાના દિકરામાં પોલીસ જાનૈયા બની નાચી.
આ સમાચાર વાંચતાની સાથે જ મંજીતા વણઝારાને આધાત લાગ્યો, એક બાજુ તેઓ કિશોરની તાકાત તોડી રહ્યા છે તેમજ બીજી બાજુ ખુદ પોલીસ તેના લગ્નમાં નાચી રહી છે. જો કે, આ સમાચારની ખરાઈ કરવી ખુબ જરૂરી હતી. મંજીતા વણઝારાએ ખાનગી રીતે લગ્નની સીડી મંગાવીને આખી રાત જોઈને એમણે જાનમાં નાચી રહેલ લોકો પૈકી કુલ 22 પોલીસવાળાને ઓળખી કાઢયા હતા.
આની ઉપરાંત કિશોરની પત્ની તેમજ પરિવારના સભ્યો લગ્નમાં હવામાં ગોળીબાર કરતા પણ જોવા મળ્યા હતા. મંજીતા વણઝારાએ આ મામલે DGP શીવાનંદ ઝાનું ધ્યાન દોરીને કિશોર, તેની પત્ની તેમજ પરિવારની વિરુદ્ધ આર્મસ એકટ અંતર્ગત ગુનો નોંધી એમની ધરપકડ કરવામાં આવી હતી.
જ્યારે જાનમાં નાચવા ગયેલ કુલ 22 પોલીસવાળાને સસ્પેન્ડ કરી તેમની બદલી અમદાવાદ બહાર કરાવી દેવામાં આવી હતી. આમ એક પોલીસ અધિકારી કાયદોનો યોગ્ય ઉપર સતત કરતો રહેતો શું થાય તેનું મંજીતા વણઝારાએ કિશોર લંગડાને ભાન કરાવી દીધુ હતું, છેવટે કિશોરે પોતાનો બે નંબરના બધા ધંધા બંધ કરવાનો નિર્ણય લેવો પડયો હતો.
આમ, મંજીતા વણઝારાને કિશોરના બધા બે નંબરનાં ધંધા નેસ્તનાબુદ કરવામાં સફળતા મળી હતી, પરંતુ વર્ષ 2017માં મંજીતા વણઝારાને મહેસાણા બદલી થતા કિશોરના માણસોએ ફટાકડા ફોડી ઉત્સવ મનાવ્યો હતો. આમ છતાં હવે મંજીતા વણઝારા અમદાવાદમાં નથી પરંતુ કિશોર પોતાનો જુનો ધંધો શરૂ કરવાનું વિચારી શકતો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle