અહો આશ્ચર્યમ.!! આ મહિલા છેલ્લા 40 વર્ષથી સુતી નથી- કારણ જાણીને આંખો પહોળી થઇ જશે

અત્યાર સુધીમાં તમે આવા ઘણા લોકોને જોયા હશે, જેઓ રાત્રે યોગ્ય રીતે ઊંઘ ન આવવાને કારણે પરેશાન થઈ જાય છે. આપણે સૌ લોકો ઊંઘ આવતાની…

અત્યાર સુધીમાં તમે આવા ઘણા લોકોને જોયા હશે, જેઓ રાત્રે યોગ્ય રીતે ઊંઘ ન આવવાને કારણે પરેશાન થઈ જાય છે. આપણે સૌ લોકો ઊંઘ આવતાની સાથે જ સુઈ જઈએ છીએ.પરંતુ શું તમે ક્યારેય સતત એક મહિના સુધી સુતા વગર રહી શકો ? નહિ ને… પરંતુ ચીનમાં રહેતી એક મહિલા છેલ્લા 40 વર્ષથી એક સેકન્ડ માટે પણ સૂતી નથી.

ઊંઘના અભાવે મહિલા પરેશાન:
ચીનના હેનાન પ્રાંતના રહેવાસી લી ઝાનીંગ અજબ રોગથી પરેશાન છે. તેણી હાલમાં 45-46 વર્ષની છે અને તેણી દાવો કરે છે કે તે છેલ્લા 40 વર્ષથી એક મિનિટ પણ સૂતી નથી. જ્યારે તે છેલ્લે સૂઈ હતી, ત્યારે તે 5-6 વર્ષની હતી.

લગ્ન પછી પતિને પણ આશ્ચર્ય થયું:
મહિલાના પતિ લિયુ સુઓક્વિને લીના દાવાને યોગ્ય ઠેરવ્યો છે. તે કહે છે કે તેણે આજ સુધી તેની પત્નીને સૂતી નથી જોઈ. એટલું જ નહીં, તે રાતના સમયે સમય પસાર કરવા માટે ઘરના કામો કરતી રહે છે. શરૂઆતમાં લિયુ તેમના માટે ઉંઘની ગોળીઓ લાવતો હતો, પરંતુ લીને તેમાંથી કોઈ લાભ મળ્યો ન હતો.

લોકો ઘરની બહાર બેસે છે:
લિયુ તેમના ગામમાં ખૂબ જ લોકપ્રિય છે. ઘણી વખત નજીકમાં રહેતા લોકો લીયુની પરીક્ષા લેવા માટે રાત્રે તેના ઘરની બહાર બેસીને પત્તા રમતા રહે છે. લાંબા સમય સુધી રાહ જોયા પછી લોકો સુઈ જાય છે અને જ્યારે લીયુને ઊંઘ આવતી નથી. લીયુને ઘણા ડોકટરોને બતાવવામાં આવી છે, પરંતુ આજ સુધી તેની વિચિત્ર બીમારીનો ઈલાજ કે કારણ બહાર આવ્યું નથી.

વધુમાં, ડોકટરોએ નોંધ્યું કે લીયુની આંખો દિવસમાં 10 મિનિટથી વધુ સમય માટે બંધ થતી નથી. આ લી દ્વારા કરવામાં આવેલા દાવાને સાબિત કરે છે કે તે છેલ્લા 40 વર્ષથી ઊંઘી શકતી નથી. પરંતુ વૈજ્ઞાનિક ધોરણે તેના મગજ અને શરીરના અંગો એ જ સ્થિતિમાં જાય છે જે સામાન્ય વ્યક્તિ સાથે સૂતી વખતે હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *