આ વ્યક્તિ એક જ દિવસમાં કમાયા અધધ… આટલા કરોડ રૂપિયા, એલન મસ્ક અને બિલ ગેટ્સને પણ છોડ્યા પાછળ

દુનિયાની સૌથી મૂલ્યવાન ઓટો કંપની ટેસ્લા અને સ્પેસ એક્સના સીઈઓ એલન મસ્ક અમીરોના લિસ્ટમાં ત્રીજા નંબરે સરકી ગયા છે. ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનેર લિસ્ટ મુજબ…

દુનિયાની સૌથી મૂલ્યવાન ઓટો કંપની ટેસ્લા અને સ્પેસ એક્સના સીઈઓ એલન મસ્ક અમીરોના લિસ્ટમાં ત્રીજા નંબરે સરકી ગયા છે. ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનેર લિસ્ટ મુજબ ફ્રાંસના બિઝનેસમેન અને દુનિયાની સૌથી મોટી લક્ઝરી ગુડ્સ કંપની LVMH Moët Hennessyના સીઈઓ બર્નાર્ડ આરનોલ્ટ તેમનાથી આગળ વધીને બીજા નંબરે આવી ગયા છે.

આરનોલ્ટ અને તેમના પરિવારની નેટવર્થ 181.3 અરબ ડોલર છે જ્યારે મસ્કની નેટવર્થ 180.6 અરબ ડોલર છે. માઈક્રોસોફ્ટના કો ફાઉન્ડર બિલ ગેટ્સ 131.1 અરબ ડોલરની નેટવર્થની સાથે આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે. જાણવા મળ્યું છે કે, આરનોલ્ટ અને તેમનો પરિવાર LVMHમાં 47.5 ટકાની ભાગીદારી છે. પહેલા ત્રિમાસિકમાં કંપનીએ શાનદાર પ્રદર્શન કરતાં તેમની નેટવર્થમાં ઉછાળો આવ્યો છે.

આ લક્ઝરી હાઉસની પાસે 70થી વધારે બ્રાન્ડ છે. જેમાં Louis Vuitton, Christian Dior, Fendi, Moët & Chandon, Hennessy, Veuve Clicquotનો સમાવેશ થાય છે. પહેલાં ત્રિમાસિકમાં કંપનીનું રેવન્યુ 16.9 અરબ ડોલર છે. જે ગયાં વર્ષની સરખામણીમાં 32 ટકા વધારે છે.

રિયલ ટાઈમ વેલ્થ ટ્રેકર Bloomberg Billionaires Indexમાં મસ્ક હજુ પણ 190 અરબ ડોલરની નેટવર્થ સાથે બીજા નંબરે છે. આ લિસ્ટમાં આરનોલ્ટ 147 અરબ ડોલરની નેટવર્થ સાથે બિલ ગેટ્સને પછાડીને ત્રીજા નંબરે છે. બુધવારે તેમની નેટવર્થમાં 6.56 અરબ ડોલર એટલે કે, લગભગ 50 હજાર કરોડ રૂપિયાનો ઉછાળો આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *