નવાશહર (પંજાબ): આપ સૌને જાણ હશે જ કે, છેલ્લા 1 વર્ષ કરતા પણ વધારે સમયથી કોરોના મહામારીઈ સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી છે. જો કે, હાલમાં આ મહામારીમાં ઘટાડો જોવા મળ્યો છે. આપણને જાણીને ગર્વ થાય એવી એક જાણકારી સામે આવી છે.
કોરોના મહામારી વિરુદ્ધની આ લડાઈમાં મહિલા પોલીસકર્મીઓ પણ પોતાના જીવના જોખમે પોતાની ફરજ બજાવી રહી છે ત્યારે તે પોતાના બાળકોને ઘરે છોડીને આકરા તાપમાં પણ ફિલ્ડ પર ફરજ બજાવી રહી છે, આવી જ એક મહિલાની વાત કરવા જઈ રહ્યા છીએ કે, જે પંજાબ કેડરની IPS ઓફિસર ASP અલકા મીણા છે.
જેઓ કોરોનાને માત આપવા માટે દિવસ-રાત ફરજ બજાવી રહી છે. ડ્યૂટીની સાથે-સાથે એક માતા હોવાની ફરજ પણ બજાવી રહી છે. જ્યારે તેઓ ડ્યૂટી પરથી ઘરે પાછા જાય ત્યારે તેના 5 વર્ષીય દીકરો તેમને જોઈ દોડી આવે છે પણ અલકા મીણા તેને તેડીને વહાલ કરી શકતી નથી.
ASP અલકા મીણાએ મહિલા પોલીસકર્મીઓની ફરજ પ્રત્યેની નિષ્ઠાને જોઈને નવાંશહરમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કે, જેમાં પોલીસમાં રહેલ માતાઓને સલામી આપવામાં આવી હતી કે, જેઓ પોતાના બાળકોને ઘરે રાખીને બીજાના બાળકોની સલામતી માટે ફરજ બજાવી રહી છે.
આ દરમિયાન અલકા મીણા જણાવે છે કે,‘હું પણ એક માતા છું પણ હાલના સમયમાં માતાની ઉપરાંત મારી ફરજ દેશની સેવા માટે પણ છે. નવાંશહરમાં ગરીબ બાળકો સુધી દૂધ તેમજ ભોજન પહોંચાડવાની જવાબદારી મારી છે. જેથી માતા સામે બેવડા પડકારો રહેલા છે કે, જેને પહોંચી વળવા માટે હું તમામ પ્રયત્ન કરી રહી છું.’
મીણાએ મહિલા પોલીસકર્મીને સંબોધતા જણાવે છે કે, મારો પણ 5 વર્ષીય દીકરો છે. જ્યારે હું ઘરે પહોંચુ ત્યારે તે મારી ગાડીનો અવાજ સાંભળીને મારી પાસે દોડી આવે છે પણ હું તેનાથી મળતી નથી. હવે કોરોનાનું જોખમ વધતું જઈ રહ્યું છે તો હું કારને 50 મીટર દૂર ઊભી રખાવીને ઘરે ચાલીને પહોચું છું. સૌપ્રથમ યુનિફોર્મ-શૂઝ ઉતારીને ત્યારબાદ નહાવા જાઉં છું, તેના અડધા કલાક પછી જ હું દીકરા પાસે જાઉં છું.
આ કાર્યક્રમમાં ASP મહિલા કર્મચારીઓને સન્માનિત કરવામાં આવી હતી કે, જેઓ માતા પણ છે. અહીં નોંધનીય છે કે, ASP અલકા મીણાએ વર્ષ 2012માં IAS કુમાર અમિતની સાથે લગ્ન કર્યા હતા. ASP અલકા મીણા, વર્ષ 2010 પંજાબ કેડરની IPS અધિકારી છે કે, તેમણે પોતાની સફળતાનો શ્રેય માતા-પિતા તેમજ ભાઈને આપ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.