ગુજરાત: આ યુવકે નવરાત્રી દરમિયાન એક પગે ઉભા રહીને નકોરડા ઉપવાસ કરી અદા કરી પોતાની ભક્તિ 

સમગ્ર વર્ષ દરમિયાન ગુજરાતીઓ નવરાત્રીના ઉત્સવની રાહ જોતાં હોય છે. હાલમાં નવરાત્રીનો ઉત્સવ કોરોના મહામારીની વચ્ચે ગયો હોવાથી લોકો રાસ ગરબા કરીને ઉત્સવની ઉજવણી કરી શકતા નથી. સરકારે લોકોને ફક્ત માતાજીની પૂજા કરવાની પરવાનગી આપવામાં આવી હતી તથા એ પણ કુલ 200 લોકોની મર્યાદા છે ત્યારે હાલમાં એક એવા માતાજીના ઉપાસકની વાત કરવાં માટે જઈ રહ્યાં છીએ.

જે રાસ ગરબા કરીને નહીં પણ તપશ્ચર્યા કરીને નવરાત્રીના કુલ 9 દિવસ દરમિયાન નકોરડા ઉપવાસ કરીને માતાજીની આરાધના કરવામાં આવે છે. આ સાધક બનાસકાંઠાનાં પાલનપુરમાં આવેલ દલવાડા ગામનો વતની છે તથા એનું નામ સુરેશ ચૌહાણ છે.

નવરાત્રીમાં દર વર્ષે DJ સાઉન્ડ, રાસ-ગરબાનું આયોજન કરવાં પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. લોકો માતાજીની પૂજા-અર્ચના, ઉપવાસ કરીને નવરાત્રીની ઉજવણી કરવાનું ભૂલીને આનંદ ઉત્સાહથી ગરબા કરવામ માટે એને નવરાત્રીની ઉજવણી માની રહ્યા છે પણ દલવાડા ગામનો સુરેશ ચૌહાણ છેલ્લા 17 વર્ષથી નવરાત્રીના કુલ 9 દિવસ દરમિયાન એક પગ પર ઊભા રહીને માતાજીની આરાધના કરે છે.

સુરેશ ચૌહાણ 9 દિવસ નકોરડા ઉપવાસ કરે છે. આની સાથે જ એક પગ પર ઉભા રહીને કુલ 9 દિવસ સાધના કરી વિશ્વશાંતિ તથા વિશ્વ કલ્યાણ માટે માતાજીને પ્રાર્થના કરે છે. સુરેશ ચૌહાણ દોરડાના આધારે એક પગ પર ઊભા રહીને કુલ 9 દિવસ માતાજીની આરાધના કરે છે તેમજ ફક્ત ચા તથા પાણી પીએ છે. તેઓ કુલ 9 દિવસ બેસવાનો કે, સુવાનો વિચાર પણ આવતો નથી.

ફક્ત હાથમાં માળા લઈને માતાજીના નામનો જાપ કરે છે. દર વર્ષે સુરેશ ચૌહાણ આ રીતે માતાજીની તપશ્ચર્યા કરે છે. આ પ્રકારે માતાજીની કઠિન ભક્તિ કરતાં એના પગમાં સોજા આવી જાય છે તથા પગ લાલચોળ થઈ જાય છે. એમ છતાં પણ તેઓ પોતાની ભક્તિ પર અડગ રહીને નવરાત્રીના 9 દિવસ આ રીતે એક પગ પર ઉભા રહીને માતાજીના નામનું રટણ કરે છે.

સુરેશ ચૌહાણનું જણાવવું છે કે, તેઓ નવરાત્રી દરમિયાન નકોરડા ઉપવાસ કરે છે. આ પ્રકારે માતાજીની ભક્તિ કરવાનું કારણ મારા કુટુંબ, પરિવાર, ગામ તથા વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરવાનું છે. વિશ્વ કલ્યાણ માટે માતાજીની આરાધના કરૂ છું તેમજ એક પગે ઊભા રહેવાથી થતી પીડાને હું જ જાણું છું એમ છતાં મને માતાજી પર ખૂબ જ વિશ્વાસ છે તથા હું દર વર્ષે નવરાત્રીમાં આ રીતે મારી આરાધના શરુ રાખીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *