34 વર્ષના સના મારીન ફિનલેન્ડના નવા પ્રધાનમંત્રી બની ચૂક્યા છે. તેઓ દેશના રાજનૈતિક ઇતિહાસમાં સૌથી યુવા પ્રધાનમંત્રી છે. ફિનલેન્ડના પૂર્વ પ્રધાનમંત્રી સાઉંલી નીનિતસો દ્વારા પોતાના પદ પરથી રાજીનામું આપ્યા બાદ સના મારી પ્રધાનમંત્રી બનવા વલખા મારી રહ્યા હતા. આ પહેલા તેઓ પરિવહન અને સંચાર મંત્રી હતા.
પ્રધાનમંત્રી પદ માટે પસંદગી પામ્યા બાદ મારીન એ કહ્યું કે,” વિશ્વાસ ફરી વખત કાયમ રાખવા માટે આપણે ખૂબ જ કામ કરવું પડશે. મેં પોતાની ઉંમર અને જાતિ વિશે ક્યારેય નથી વિચાર્યું. હું મારા રાજનીતિમાં આવવા માટેના કારણો અને એ લોકો વિશે વિચારું છું કે જેમણે મારામાં વિશ્વાસ બતાવ્યો.”
34 વર્ષની મારીન દુનિયામાં સૌથી યુવા નેતા બની ચૂકી છે. આ પહેલાં યુક્રેનના પ્રધાનમંત્રી ઓલેક્ષી હેંચોરુંક ૩૫ વર્ષની ઉંમરે ચૂંટાયા હતા.
કોણ છે સના મારીન?
સના મારીન નો જન્મ 16 નવેમ્બર 1985ના રોજ ફિનલેન્ડમાં થયો હતો. 2015થી જ તેઓ સાંસદ સભ્ય છે તેમજ 2019માં પરિવહન અને સંચાર મંત્રી પણ બન્યા હતા. તેઓએ વર્ષ 2012માં સાયન્સમાં ડિગ્રી પ્રાપ્ત કરી હતી. 2012માં તેમને ટેમ્પિયરની નગર પરિષદ માટે ચૂંટવામાં આવ્યા હતા. વર્ષ 2013થી 17 સુધી તેઓ સિટી કાઉન્સિલ ચેરપર્સન હતા. તેમના વ્યક્તિગત જીવનની વાત કરીયે તો મારીન સમાન લિંગ વાળા પાર્ટ્નરની સંતાન છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.