ગુજરાત(Gujarat): રાજ્યમાં આવી રહેલ અગામી વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ સક્રિય થઇ રહી છે. આમ આદમી પાર્ટી(AAP)ના સંયોજક અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) સોમવારે એટલે આજરોજ ગુજરાતમાં મહેસાણા ખાતે આવીને ભવ્ય ‘તિરંગા યાત્રા(Tiranga Yatra)’ અને રોડ શો(Road show) નું આયોજન કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં સત્તાધારી ભાજપ(BJP) અને વિરોધ પક્ષ કોંગ્રેસ(Congress)ના વિકલ્પ તરીકે પોતાને રજૂ કરવાનો પ્રયાસ કરી રહી છે.
અમદાવાદ એરપોર્ટ પર દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ ઉતરતાની સાથે AAPના કાર્યકર્તાઓ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેઓ મહેસાણામાં AAPની તિરંગા યાત્રામાં જોડાયા હતા. જો કે, એ પહેલાં કેજરીવાલે કશ્મીરી પંડિતો મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું. અરવિદં કેજરીવાલે કાશ્મીરમાં થઈ રહેલા પંડિતો પર હુમલા મામલે કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહાર કરવાની સાથે સાથે આડે હાથે લીધી છે. અરવિદં કેજરીવાલે જણાવ્યું કે, ‘કશ્મીરમાં પંડિતો સાથે અન્યાય થઇ રહ્યો છે. સ્થિતિ ખરાબ થતા કશ્મીરી પંડિતો પલાયન કરી રહ્યાં છે. કેન્દ્ર સરકાર કશ્મીરી પંડિતોની સુરક્ષા માટેની વ્યવસ્થા કરે.’
એ ઉપરાંત પોતાના પક્ષને લઇને નિવેદન આપતા જણાવ્યું કે, ‘182 વિધાનસભામાં AAPના કાર્યકર્તાઓ ગયા છે. ગુજરાતમાં 600થી વધુ સભા કરવામાં આવી.’ મહત્વનું છે કે, અરવિંદ કેજરીવાલ આજે મહેસાણા ખાતે AAPની તિરંગા યાત્રામાં સામેલ થવા જઇ રહ્યાં છે. જ્યાં તેઓ રાજકીય આગેવાનો સાથે મુલાકાત કરશે. આ સાથે ગોપાલ ઇટાલિયાએ એમ કહ્યું કે, ‘મહેસાણા ગુજરાતની શ્વેત ક્રાંતિનું સ્થળ છે.’
तिरंगा हमारी आन है
तिरंगा हमारी बान है
तिरंगा हमारी शान है
तिरंगा हमारी जान है
आज शाम को गुजरात के मेहसाणा में तिरंगा यात्रा में शामिल होऊँगा
गुजरात के सभी लोग इसमें शामिल हों- ऐसी मेरी बिनती है।
— Arvind Kejriwal (@ArvindKejriwal) June 6, 2022
અત્રે ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલે ગુજરાતની મુલાકાતે આવતા પહેલા ટ્વિટ કરીને કહ્યું હતું કે, ‘તિરંગા હમારી આન, બાન, શાન ઔર જાન હૈ. આજ શામ કો ગુજરાત કે મહેસાણા મેં તિરંગા યાત્રા મેં સામેલ હોઉંગા. ગુજરાત કે સભી લોગ ઇસમેં સામેલ હો. – એસી મેરી વિનંતી હૈ.’
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 15 મેથી શરૂ થયેલી આમ આદમી પાર્ટીની ‘પરિવર્તન યાત્રા’ હવે મહેસાણામાં પૂરી થઈ રહી છે. રાજ્યના વિવિધ વિધાનસભા ક્ષેત્રોમાં આમ આદમી પાર્ટીની તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે. આ યાત્રા દ્વારા AAP કાર્યકર્તાઓ અને નેતાઓએ લોકો સુધી પહોંચવાનો અને તેમની પાર્ટીની વિચારધારાને ઘર ઘર સુધી પહોંચાડવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીની તિરંગા યાત્રા 6 જૂને એટલે કે આજરોજ સમાપ્ત થઈ રહી છે. જેનો સમાપન કાર્યક્રમ રાજ્યના મહેસાણા શહેરમાં રાખવામાં આવ્યો છે, જેમાં અરવિંદ કેજરીવાલ ખુદ ઉપસ્થિત રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.