Ankleshwar Open Interview Video: નવયુવકોના ખભા પર ભારતનું ભવિષ્ય હોવાની વાત કરીને રાજનેતાઓ સત્તા મેળવી રહ્યા છે ત્યાં નવયુવકની મૂળ તસવીર ખૂબ અલગ છે. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર સહિત ઘણાં મોટાં રાજ્યોમાં યુવાનો ઘણી મોટી ડીગ્રી લે તો પણ કોઈ યોગ્ય નોકરી મેળવવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડતો હોય છે. આ જ સ્થિતિ ગુજરાતના નવયુવાનોની હોય તેવું આજે સામે આવેલા દ્રશ્યો પરથી લાગી રહ્યું છે. ભરૂચના અંકલેશ્વરમાં એક ખાનગી કંપનીમાં નોકરી(Ankleshwar Open Interview Video) મેળવવા માટે મોટી સંખ્યામાં બેરોજગાર યુવાનો ઉમટી પડ્યા હતા. યુવાનોની ભીડ એટલી હતી કે, ધક્કામુક્કીમાં સીડીની રેલિંગ તૂટી અને કેટલાક યુવાનો નીચે પટકાયા હતા.
હોટલમાં ઈન્ટરવ્યુનું કરાયું હતું આયોજન
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરમાં એક ખાનગી કંપનીએ નોકરીની જાહેરાત કરી હતી. જેના માટે એક હોટલમાં વોક ઈન ઈન્ટરવ્યૂનું ગોઠવવામાં આવ્યું હતું. જ્યાં નોકરી મેળવવા માટે મોટી સંખ્યામાં યુવાનો ઉમટ્યા હતા. યુવાનોની ભીડ એટલી હદે વધી ગઈ હતી કે તેને કાબૂ કરવી મુશ્કેલ હતી.
ઈન્ટરવ્યૂમાં યુવાનોએ ધક્કામુક્કી કરતા હોટલની સીડીની રેલિંગ તૂટતા યુવાનો નીચે પટકાયા હતા.હકીકતમાં ભરૂચમાં બેરોજગારીને ઉજાગર કરતો વીડિયો સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ઝઘડિયાની થર્મેક્સ કંપની દ્વારા અંકલેશ્વરની લોર્ડ્સ પ્લાઝા હોટલમાં ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઈન્ટરવ્યુ આપવા પહોંચ્યા હજારો યુવાઓ
થર્મેક્સ કંપની દ્વારા માત્ર 10 ખાલી જગ્યા માટે ભરતી બહાર પાડી હતી. જેના માટે અંકલેશ્વરની લોર્ડ્સ પ્લાઝા હોટલમાં ઈન્ટરવ્યુંનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ 10 ખાલી જગ્યા માટે ઈન્ટવ્યુ આપવા હજારોની સંખ્યામાં યુવાનો લોડર્સ પ્લાઝા હોટલ ખાતે પહોંચ્યા હતા.
રેલિંગ તૂટતા યુવાનો પટકાયા
ખાનગી કંપનીએ હોટલમાં વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું હતુ. જ્યાં નોકરીવાંચ્છુક યુવકોની ભીડ બેકાબૂ બની હતી. જેના પગલે ધક્કામુક્કી થતા હોટલની બહારની બાજુમાં આવેલી રેલિંગ તૂટતા યુવાનો નીચે પટકાયા હતા. તેમજ રેલિંગની આગળ મુકેલા વાહનોને પણ નુકસાન પહોંચ્યુ હતુ.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App