Adani Group: ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીએ કેન્યાની સરકાર સાથે ત્યાંના એરપોર્ટમાં રોકાણ કરવા માટે $1.85 બિલિયનના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા. પરંતુ ફાઈનાન્સિયલ ટાઈમ્સના અહેવાલ મુજબ કેન્યાની એક હાઈકોર્ટે તેના પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સોદાથી અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડને 30 વર્ષ માટે કેન્યાની રાજધાની નૈરોબીમાં (Adani Group) જોમો કેન્યાટ્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ (JKIA) ઓપરેટ કરવાનો અધિકાર મળશે. આ કેન્યાનું સૌથી મોટું એરપોર્ટ છે. પરંતુ કોર્ટના આગામી આદેશ સુધી આ ડીલનો અમલ અટકાવી દેવામાં આવ્યો છે.
ફલાઇટ રદ થતાં હજારો યાત્રીઓ એરપોર્ટ પર ફસાયા
નૈરોબીમાં જોમો કેન્યાટ્ટા ઈન્ટરનેશનલ એરપોર્ટને અદાણી એરપોર્ટને લીઝ પર આપવાના કેન્યા સરકારના નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે, બ્લૂમબર્ગના અહેવાલ મુજબ. કેન્યા માનવ અધિકાર પંચ તેમજ વકીલોના સંગઠને આ પગલાને ગેરબંધારણીય ગણાવ્યું છે. તેણે પોતાની અરજીમાં કહ્યું છે કે આ વ્યૂહાત્મક અને નફાકારક એરપોર્ટને ખાનગી કંપનીને ભાડે આપવાનો કોઈ અર્થ નથી. આ સુશાસન, જવાબદારી, પારદર્શિતા અને જાહેર નાણાના ન્યાયપૂર્ણ અને જવાબદાર ઉપયોગના બંધારણીય સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે.
જો કે, કેન્યાની સરકારે આ સોદાનો બચાવ કર્યો છે અને કહ્યું છે કે JKIAની હાલની ક્ષમતા સમસ્યાઓમાં તાત્કાલિક સુધારાની જરૂર છે.જેના કારણે અનેક ફલાઇટ રદ થતાં હજારો યાત્રીઓ એરપોર્ટ પર ફસાઇ ગયા હતાં. કેન્યા એરપોર્ટ વકર્સ યુનિયને હડતાળની જાહેરાત કરી હતી અને આરોપ મૂક્યો હતો કે આ સમજૂતીથી લોકોની રોજગારી છીનવાશે અને જેમની નોકરી બચશે તેમના પર નોકરીના ખૂબ જ ખરાબ નિયમો અને શરતો લાગુ કરવામાં આવશે.
અદાણીની યોજના
અદાણી એન્ટરપ્રાઇઝે તેની અબુ ધાબી સ્થિત પેટાકંપની ગ્લોબલ એરપોર્ટ ઓપરેટર દ્વારા એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના કરી છે. કંપનીએ કેન્યા સરકારને નવા ટર્મિનલ અને ટેક્સીવે સિસ્ટમ માટે 2029 સુધીમાં $750 મિલિયનના રોકાણની દરખાસ્ત કરી છે. 2035 સુધીમાં એરપોર્ટ સુધારણામાં વધારાના $92 મિલિયનનું રોકાણ કરવાની પણ યોજના છે. જો આ ડીલ પાર પડશે તો અદાણી ગ્રુપનું ભારત બહારનું પ્રથમ એરપોર્ટ હશે. હાલમાં આ જૂથ દેશમાં અડધા ડઝનથી વધુ એરપોર્ટનું સંચાલન કરે છે.
નૈરોબીમાં સેવા આપનારી વિમાન કંપની કેન્યા એરવેઝે જાહેરાત કરી છે કે એરપોર્ટ ચાલતી હડતાળને કારણે ફલાઇટમાં વિલંબ થશે અને શક્ય છે કે ફલાઇટો રદ કરવામાં આવે. ગયા સપ્તાહમાં એરપોર્ટના કર્મચારીઓએ હડતાળ પર જવાની ચેતવણી આપી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App