નેતાઓને નથી નડતો કોરોના- ભાજપ ઉપપ્રમુખના દિયરના લગ્નમાં ટીમલી ડાન્સ કરવા ઉમટી હજારોની ભીડ

ગુજરાત(Gujarat): રાજ્યમાં કોરોના(Corona)ના કેસમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે તો સાથે ઓમિક્રોન(Omicron) પણ પાછી પાની કરવાનું નામ નથી લઈ રહ્યો. દરરોજ રેકોર્ડ બ્રેક…

ગુજરાત(Gujarat): રાજ્યમાં કોરોના(Corona)ના કેસમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે તો સાથે ઓમિક્રોન(Omicron) પણ પાછી પાની કરવાનું નામ નથી લઈ રહ્યો. દરરોજ રેકોર્ડ બ્રેક કોરોનના કેસો સામે આવી રહ્યા છે. જેને કારણે ગુજરાતીઓની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. જો આવી જ રીતે કોરોના ના કેસમાં વધારો થતો રહેશે તો ત્રીજી લહેર(Third wave) ને આવતા કોઈ નહિ રોકી શકે. તેમ છતાં પણ રાજકીય નેતાઓને હજુ પણ ભાન પડતી નથી તેવું લાગી રહ્યું છે.

તાપી(Tapi)માં ગઈ કાલે યોજાયેલા લગ્ન પ્રસંગમાં એક સાથે હજારો માણસો ઉમટી પડ્યા હતા અને કોરોનાને પણ સામેથી આમંત્રણ આપી રહ્યા હોય તેવુ આ મોટી ભીડને જોતા લાગી રહ્યું છે. ત્યારે આ પ્રકારના નિયમોના ધજાગરા ખુલેઆમ ઉડતા હોવા છતાં પોલીસ તંત્ર ગઈ કાલે શું કરી રહ્યું હતું? તેના પર પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. આ પરથી કહી શકાય કે તાપી પોલીસ ઊંઘતી રહી અને લગ્ન પ્રસંગમાં કોરોના નાચતો રહ્યો.

તાપી જીલ્લાના ડોલવણ(Dolvan) તાલુકાના પાટી(Pati) ગામે ગઈકાલે લગ્ન પ્રસંગ યોજવામાં આવ્યો હતો જેમાં ડીજેના તાલે હજારો લોકો ઝૂમતા જોવા મળ્યા હતા. હાલમાં આ લગ્ન પ્રસંગનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. મળતી માહિતી અનુસાર તો એવું જાણવા મળ્યું છે કે, ડોલવણ તાલુકા પંચાયતના ભાજપના ઉપપ્રમુખના દિયરને ત્યાં લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, ડોલવણ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સુનંદાબેનના દિયર રાહુલ ગામીતને ત્યાં લગ્ન પ્રસંગ યોજાયો હતો અને પોલીસને ખુલ્લો પડકાર ફેક્યો હતો કે, કોરોના હોય તો શું છે, અમે તો નાચવાના જ. હાલમાં આ વિડીયો વાયરલ થવાને કારણે પોલીસની ઊંઘ ઉડી છે અને ત્રણ લોકો સામે પોલીસે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, આયોજક કનું ગામીત, જીતુ ગામીત અને નિલેશ ગામીત વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *