નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પાકિસ્તાનના નામથી GCAને મળ્યો ઈ-મેઇલ; જાણો વિગતે

Narendra Modi Stadium News: હાલમાં ભારત પાકિસ્તાન વચ્ચે તણાવનો માહોલ ચાલી રહ્યો છે. ભારતે પાકિસ્તાનની નાપાક હરકતને જડબાતોડ જવાબ (Narendra Modi Stadium News) આપ્યો છે,જેના કારણે પાકિસ્તાન બોખલાઈ ગયું છે, ત્યારે આ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઇલ મળ્યો છે. પાકિસ્તાનના નામથી GCAને એક ઈ-મેઇલ મળ્યો છે. જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી ધમકીભર્યો ઈમેલ મળ્યો
મોડી રાતથી પાકિસ્તાનને પહલગામ હુમલાની કરેલી કાળી કરતૂતનો જવાબ ભારત દ્વારા આપવામાં આવ્યો છે,ત્યારે આ વચ્ચે પાકિસ્તાનની હાલત બગડી ગઈ છે અને તેની વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે.અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઇલ મળ્યો છે. આ ઈ-મેઇલ થોડા સમય પહેલાં GCAને મળતા આ અંગેની જાણ અમદાવાદ પોલીસને કરવામાં આવી હતી. જે અંગે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ અને બોમ્બ સ્કવોડ દ્વારા સ્ટેડિયમમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

આ અંગે સિનિયર IPS અધિકારીએ માહિતી આપી છે કે, આ ઈ-મેઇલ પાકિસ્તાનના નામથી મળ્યો છે અને તેમાં એક લાઈનમાં ‘We Will Blast Your Studium’ લખ્યું છે.

પાકિસ્તાનીઓએ એજન્સીઓ પર પ્રશ્નો ઉઠાવ્યા
બુધવારે સવારે ભારત દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં, પીઓકેની આસપાસના 9 આતંકવાદી વિસ્તારોનો નાશ કરવામાં આવ્યો છે. આનાથી પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો. પાકિસ્તાનના લોકોએ તેમની સરકાર અને સુરક્ષાને લઈને એજન્સીઓ પર પણ ઘણા પ્રશ્નો ઉઠાવ્યા. આ સાથે, વિનાશના દ્રશ્યના વીડિયો અને ફોટા પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા હતા.

ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન તથા PoKમાં એરસ્ટ્રાઈક કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર થલ અને વાયુસેનાએ (Operation Sindoor) રાતના પોણા બે વાગ્યે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણા પર હુમલો કર્યો. ભારતીય સેનાએ કુલ 9 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે.