સુરતના લિંબાયતના રંગીલા એપાર્ટમેન્ટમાં રહેતા મસાજ પાર્લર સંચાલકના ઘરે ચાર દિવસ પહેલા માથાભારે બુટલેગરે તેના સાથીઓ સાથે બંદૂક અને છરી સાથે ઘુસી ગયા. ”તેરા મસાજ કા ધંધા અચ્છા ચલતા હે તો ખર્ચા પાની કે પાંચ હજાર નિકાલ” તેવુ કહી ઝઘડો કરી ”તેરે કો અભી પૈસા દેના પડેગા નહી તો ઠોક દુંગા” હોવાની ધમકી આપી નાસી ગયા હતાં. આ કેસમાં પોલીસે બુટલેગર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
લિંબાયત પોલીસના જણાવ્યા મુજબ આર.ડી.ફાટક રંગીલા ઍપાર્ટમેન્ટમાં રહેતા મૂળ ભરૂચના જંબુસરના વિનોદ રાજેન્દ્રભાઈ માધવરાવ માળી છેલ્લા 10 વર્ષથી પરિવાર સાથે રહે છે. અને ઘરમાં જ બોડી મસાજ (સ્પા)નો ધંધો કરે છે. વિનોદભાઈ તારીખ 8ના રોજ બપોરે સાડા ત્રણ વાગ્યે ઘરમાં તેની દીકરી ગાયત્રી, દીકરો રોહીત અને બહેન કવિતા સાથે સોફા ઉપર બેઠો હતો.
તે વખતે અગાઉ દારૂનો ધંધો કરતો બુટલેગર ભુષણ પાટીલ, દિપક માળી, ગોપાલ, રાહુલ પાંડે સહિત પાંચ જણા છરી અને બંદુક જેવા ઘાતક હથિયારો સાથે ઘરમાં ઘુસી આવ્યા હતાં અને સોફા ઉપર વિનોદની બાજુમાં બેસી ગયો હતો. ભુષણે સોફા ઉપર બંદૂક મુકતા પરિવારના સભ્યો ગભરાય ગયા હતા.
વિનોદએ કહ્યું, ”ઍ લુખ્ખે તેરા મસાજ કા ધંધા અચ્છા ચલતા હૈ તો ખર્ચા પાની કે પાંચ હજાર નિકાલ” જાકે વિનોદ અને તેની પત્નીએ ભુષણને હાલમાં કોરોના બિમારીને કારણે ધંધો બંધ છે જેથી અમારી પાસે પૈસા નથી કેમ કહેતા ભુષણે, ”તેરે કો અભી પૈસા દેના પડેગા નહી તો ઠોક દુંગા” તેવી ધમકી આપી હતી. અને ”કલ પૈસા તૈયાર રખના નહી તો સચ મે ઠોક દેંગે” તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી ગયા હતા.
બનાવ અંગે પોલીસે વિનોદ માળીની ફરિયાદ લઈ આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી ગઈકાલે ભુષણ બંસીલાલ પાટીલ દિપક, ભીમરાવ માળી અને શ્રાવણ બાલચંદ રાજપુતની ધરપકડ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle