મહિલાએ એક સાથે આપ્યો ત્રણ બાળકોને જન્મ, કમનસીબે ત્રણેય બાળકો આવ્યા કોરોના પોજીટીવ

હાલ સમગ્ર વિશ્વ કોરોના સામે લડી રહ્યું છે, આજે કોરોના મહામારીને આવ્યાના કેટલાય મહિના વીતી ચુક્યા છે પરતું કોરોનાની દવા અથવા કોરોના નાશ પામે એવી કોઈ ઘટના હજુ સુધી બની નથી. અત્યાર સુધીમાં અસંખ્ય લોકો કોરોના વાયરસથી પીડાઈ રહ્યા છે અને લાખો લોકો કોરોનાથી પીડાતા પીડાતા મોતને ભેટ્યા છે. અને હજુ પણ દિવસેને દિવસે આ આંકડો વધી રહ્યો છે.

હાલ ઘણી એવી ઘટનાઓ સામે આવી છે કે કોઈ ગર્ભવતી મહિલાને કોરોના પોઝીટીવ આવ્યો છે અને તેના બાળકનો જન્મ થતા તેનો રીપોર્ટ પણ કોરોના પોઝીટીવ આવ્યો છે આવી ઘટના તમે અવારનવાર સાંભળતા હશો. અહિયાં પણ એક એવી જ ઘટના સામે આવી છે. ઉત્તરી અમેરિકાના મૈક્સિકોમાં કોરોના વાયરસનું સંક્રમણ પોતાની ચરમસીમા પર પંહોચી ગયું છે. મૈક્સિકોમાં એક માતાએ જન્મ આપેલા ત્રણ બાળકોને એક સાથે કોરોના પોઝિટીવ આવ્યો છે. આ ઘટના સામે આવતા તેમના પરિવારમાં હાહાકાર મચી ગયો હતો.

ઉત્તરી વિસ્તારના સૈન લુઈ પોટોસીના સ્વાસ્થ્ય સચિવ મોનિકા રાંગેલને સોમવારના રોજ જણાવતા કહ્યું હતું કે, આ ત્રણેય બાળકો કોરોના પોઝિટીવ આવ્યા છે. આ બાળતોની માતાને પણ કોરોના પોઝિટીવ આવ્યો છે. પણ તેમનામાં કોરોનાના લક્ષણો જણાતા નથી. મોનિકા રાંગેલે જણાવાત કહ્યું હતું કે, આ ત્રણેય બાળકો કોરોના પોઝિટીવ છે પણ ખતરાની કોઈ વાત નથી. હાલ સંશોધન કરી રહ્યા છે કે, આ બાળકો જન્મ પહેલા સંક્રમિત થયા છે કે, બાદમાં. પણ એવી આશંકા છે કે, આ બાળકોનો જન્મ થતાં જ તેમને કોરોનાનું સંક્રમણ લાગ્યું. આવું પહેલી વાર નથી બન્યુ કે, નવજાતને જન્મની સાથે જ કોરોના લાગ્યો હોય.

તમને જણાવી દઈએ કે, મૈક્સિકોમાં કોરોના વાયરસના 24 કલાકમાં 45,777થી વધારે કેસો સામે આવ્યા છે. ત્યારે હવે ત્યાં પોઝિટીવ કેસની સંખ્યા વધીને 1,85,122 થઈ ગઈ છે. અને સાથે-સાથે છેલ્લા 24 કલાકમાં અહીં આ વાયરસના કારણે 759 લોકોના મોત પણ થઈ ગયા છે. આ વાયરસના કારણે મોત પામનારા લોકોની સંખ્યા અહીં 22,584 થઈ છે. અને આ આંકડો દિવસે ને દિવસે વાયુવેગે વધી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *