હાલમાં અકસ્માતના કેસોમાં ઘણો વધારો થતો જોવા મળે છે. વાહન ચાલકો આડેધડ વાહનો ચલાવે છે જેથી અકસ્માતો સર્જાય છે જેમાં કેટલાય વ્યક્તિઓ પોતાનો જીવ ગુમાવે છે. આ દરમિયાન ફરી એક અકસ્માતનો કેસ સામે આવ્યો છે જેમાં બાઈક પર જતા 3 વિદ્યાર્થીઓને ટેમ્પો ચાલકે અડફેટે લેતા તેમના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.
ટેમ્પો ચાલકે એક બાઈકને અડફેટે લેતા બાઈક પર સવાર ત્રણ વિદ્યાર્થીઓના ઘટનાસ્થળ પર જ મૃત્યુ નિપજ્યા હતા. ડાંગ જિલ્લાના વઘઇ તરફથી આવતા બેકાબૂ આઇસર ટેમ્પોએ વાંસદાના ખડકાલા સર્કલ પાસે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
આઈસર ટેમ્પોના ચાલક અકસ્માત કરી ફરાર થઇ ગયો હતો. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. આ અકસ્માતમાં યુવાનોને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળેથી જ તેઓ મૃત્યુ પામ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકો ડાંગ જિલ્લાના વધઈના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
તેઓ કોલેજ પૂર્ણ કરી પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. ત્યારે જ ખડકાલા સર્કલ પાસે ટેમ્પો સાથે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણેયના ઘટના સ્થળે જ મોત થયા છે. જાણવા મળ્યું છે કે, મૃતક વિદ્યાર્થીઓ મલિન, દાગડીઆબા અને ધોળી ગામના રહેવાસી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle