મકાનની છત ધરાસાયી થતા એકસાથે ત્રણ દીકરીના દુઃખદ મોત- જાણો કયાની છે આ રુવાડા ઉભા કરી દેતી ઘટના

ઘરની છત (The roof of the house) પડતા એક સાથે ત્રણ બાળકોના મોત (Death of three children) થી સમગ્ર પંથક ધ્રુજી ઊઠયું હતું. મળતી માહિતી…

ઘરની છત (The roof of the house) પડતા એક સાથે ત્રણ બાળકોના મોત (Death of three children) થી સમગ્ર પંથક ધ્રુજી ઊઠયું હતું. મળતી માહિતી અનુસાર ગપત જિલ્લામાંથી દુખદ સમાચાર આવ્યા છે. સોમવારના રોજ અચાનક રૂમની છત પડવાથી, રૂમમાં રહેલા ત્રણ બાળકોના મોત થયા હતા. ઘટનાની જાણ થતાં જ ડી.એમ. અને એસ.પી. ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

સાથોસાથ પોલીસે, પીડિત પરિવારને ન્યાય અપાવવાની વાત કરી હતી. ત્યાના ડીએમ એ જણાવતા કહ્યું કે, આ ખૂબ જ દુઃખદ ઘટના છે, સાથોસાથ અમે અને અમારો ડિપાર્ટમેન્ટ ખૂબ જ દુઃખી છીએ. સાથોસાથ જણાવતા કહ્યું હતું કે, બેદરકારીને કારણે મકાનની છત ધરાશાયી થઈ હતી અને ત્રણ બાળકો હોમાઈ ગયા હતા.

પોલીસ અધિકારીએ પરિવાર ને કહ્યું હતું કે, બેદરકારીનો ભોગ બનનાર બાળકોને ન્યાય મળશે, અને જેણે લાપરવાહી કરી છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે પરિવારની સ્થિતિ એટલે સારી નહોતી કે, પોતાના સંતાનોની સારવાર કરાવી શકે. પોલીસ અધિકારી જણાવતા કહ્યું હતું કે, પરિવારમાં ફક્ત બાળકોની માતા જ હતી. સાથોસાથ માતાને આર્થિક રીતે મદદ કરવાની વાત પણ પોલીસે કરી છે.

ડી.એમ. એ જણાવતાં કહ્યું હતું કે, અહીંયા જેટલા પણ મજૂરો કામ કરે છે તેમની સુરક્ષા અને રહેઠાણની સરખી વ્યવસ્થા થાય તેવા પ્રયાસો કરીશું. આવી દરેક જગ્યાએ તપાસ કરાવિશું, જેના કારણે આવી ઘટના બીજી વાર ન ઘટે. સાથોસાથ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બે બાળકો 15 વર્ષની ઉંમરના હતા અને એક નાનકડી બાળકી હતી. હાલ આ ત્રણે બાળકોના મકાનની છત ધરાશાયી થતા કરુણ મોત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *